આજરોજ શ્રી ધજડી પ્રાથમિક શાળામાં સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગુલઝરભાઈ રાઠોડ તેમજ સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી પરેશભાઈ સતાસિયા તેમજ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કારોબારી સભ્ય વિશાલભાઈ ગોહિલ તેમજ બદલી થઈ અને આ શાળામાં હાજર થયેલ સામાજિક વિજ્ઞાનના શિક્ષક ઉમેશભાઈ વરમોરાનો સત્કાર સમારોહ યોજાયો.
આ તકે શાળાના આચાર્ય રવજીભાઈ બગડા તેમજ શાળાના શિક્ષક રમણીકભાઈ મારુ તેમજ શાળાના શિક્ષક ગુલાબબેન કથીરિયા તેમજ મધ્યાહન ભોજનના સંચાલક રાજુભાઈ હરિયાણી ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ ઉષ્માભેર આ સ્વાગત સમારંભનું આયોજન કર્યું હતું સાથે શાળાના તમામ બાળકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.



















Recent Comments