અમરેલી

સૌરાષ્ટ્રમાં એક ટેલિકોમ કંપની દ્વારા નોકરીના નામે યુવાનોનું ભારે  શોષણ

સવારે ૬ વાગ્યે કામે ચડો અને લંચ બ્રેક માટે પણ સમય નથી ફાળવાતો અને રાત સુધી સતત ૧૫  કલાક કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ હોય તેવુ જાણવા મળ્યું છે. વળી , ટાર્ગેટ પૂરો કરવાના લક્ષ સાથે જો દિવસ દરમિયાન સૂચિત ટાર્ગેટ પૂર્ણ ન થતાં (સુંવાળી ઓફર) દૈનિક વેતન જેટલી રકમ પણ કામગીરી કરનારને  આપવામાં નથી આવતી. આમ શ્રમ કાનૂનોનું સરેઆમ ઉલ્લંઘન કરીને લોકતાંત્રિકરીતે આપેલા કાયદાઓનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે સૌરાષ્ટ્રમાં એક અગ્રણી ટેલિકોમ કંપની દ્વારા મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP)ના કામ માટે યુવાનોને ‘પ્રમોટર’ તરીકે રાખીને તેમનું સખત શોષણ થઈ રહ્યું હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે.

યુવાનોને મસમોટી રકમની લાલચ આપીને સવારે 6 વાગ્યાથી રાત્રિના મોડા સુધી, એટલે કે આશરે 14 થી 15 કલાક કામ કરાવવામાં આવે છે. આટલું જ નહીં, તેમને બપોરે જમવા માટે પણ સમય આપવામાં આવતો નથી.આમ સંવેદનશીલ સરકારમાં 

શ્રમ કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન કરીને કંપની દ્વારા પ્રમોટરોને સખત ‘ટાર્ગેટ’ આપવામાં આવે છે. જો દિવસ દરમિયાનનો નિર્ધારિત સ્લેબ પૂરો ન થાય તો, 15 કલાકની મજૂરી કરવા છતાં પ્રમોટરોને એક દિવસની મજૂરી (દાડી) પણ ચૂકવવામાં આવતી નથી.આમ માનવાધિકારના મૂળભૂત અધિકારને પણ રોળવામા આવી રહ્યો હોવાની બાતમી આ સંદર્ભે 

ભોગ બનનાર યુવાનોએ તાત્કાલિક શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવા અને અન્યાયી શોષણ અટકાવવા માંગ કરી છે.

Related Posts