અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા  342 મો વિના મૂલ્યે  નેત્ર નિદાન યજ્ઞ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ આજરોજ તા- 05/12/2025  ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રસાદ દાસજી ની પાવન સ્મૃતિ માં 342  માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટર દ્વારા 60 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 22 જેટલા દર્દીઓ ને મોતિયાના ઓપરેશન ની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગર ની આંખ ની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ  અને જે દર્દીઓ ને ચશ્મા  અને દવાઓની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી. 342  માં વિના મૂલ્યે મહા નેત્રયજ્ઞ નું દિપ પ્રાગટ્ય સંસ્થાના વડા  પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી નાં સાનિધ્ય માં સંસ્થા નાં કોઠારી અક્ષર મુક્ત દાસજી  સ્વામી , નૂતન કેળવણી ટ્રસ્ટ ના શ્રી કનુભાઈ ગેડીયા, ગુરુકુળ હોસ્પિટલ ના ડોક્ટર શ્રી નિલેશભાઈ ત્રિવેદી તથા વીરનગર હોસ્પિટલ ના ડોક્ટર સાથે કરવામાં આવેલ.
 નેત્ર કેમ્પ ના યજમાન પદે અમેરિકા ના અ . નિ.ચંપાબેન હરિભાઈ મારૂ  રહ્યા હતા. નેત્રયજ્ઞ ને સફળ બનાવવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ  સંસ્થા નાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી ના વડપણ હેઠળ  સાથે સંસ્થાના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી, અને આવનાર તમામ દર્દી નારાયણ ને ચા સાથે નાસ્તો આપવામાં આવેલ હતો.  તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts