ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આગામી 7 ડિસેમ્બર રવિવારના રોજ અમરેલી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા અને પ્રદેશ મહામંત્રી સાગર રબારી, રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, યુવાનો માટે લડતા યુવરાજસિંહ જાડેજા, યુવા પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી, લોકસભા ઇન્ચાર્જ કાંતિ સતાસિયા સહિત અમરેલી જિલ્લા ટીમ અને તમામ કાર્યકર્તાઓ સાથે પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
અમરેલીમાં યોજનાર કિસાન મહાપંચાયત મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીનાં અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે AAP નેતા રાજુભાઇ કરપડાએ બોટાદથી કડદા પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જ્યાં સરકારે પોતાની તાનાશાહીનું પ્રદર્શન કર્યું હતું. હડદડ ગામે AAP નેતા રાજુ કરપડા, પ્રવીણ રામની આગેવાનીમાં કિસાન મહાપંચાયત યોજાઇ હતી અને કડદા પ્રથાને લઇને સરકાર પાસે અમુક માંગણી મૂકવામાં આવી હતી. આ માંગણીનો ધ્યાનમાં ન લઇને સરકારે નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો અને પોતાની માંગણી કરતા ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા. આ હડદડનાં પ્રત્યાઘાતરૂપી આમ આદમી પાર્ટીએ સુદામડા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યુ હતું. જેમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન સહિત નેતાઓ હાજર રહ્યા હતા. તે દરમ્યાન આમ આદમી પાર્ટીએ આહવાન કર્યું હતું કે તમામ લોકસભામાં એક-એક કિસાન મહાપંચાયત કરવામાં આવશે. તે અંતર્ગત આગામી 7 ડિસેમ્બર અમરેલીના સીટીઝન પાર્ક ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોમાં સરકાર વિરુદ્ધ એટલો આક્રોશ છે કે સામેથી ટ્રેક્ટરો ભરી ભરીને કિસાન મહાપંચાયતમાં જોડાવાના છે. બાદમાં નિકુંજ સાવલિયાએ ખેડૂતોના હક માટેની આ મુહિમમાં તમામ ખેડૂતોને અહીં હાજર રહી આ તાનાશાહી સરકારનાં આંખ, કાન અને નાક ખોલવા માટે આહવાન કર્યુ હતું.



















Recent Comments