મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી મળશે લાભ
ઈશ્વરિયા બુધવાર તા.૩-૧૨-૨૦૨૫
વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે.
સમગ્ર વિશ્વમાં જેમનાં તત્ત્વચિંતન સાથે ચર્ચામાં રહેલ શ્રી રજનીશજી , જે ‘ઓશો’ તરીકે નામ ધારણ કરી તેમની દાર્શનિક ભૂમિકામાં કાર્યરત રહ્યાં. ઓશોની સ્મૃતિ સાથે તેમની જન્મજયંતિ ઉજવણી પ્રસંગે આગામી શનિવાર તા.૬થી શ્રી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા લાભ મળનાર છે.
શ્રી મોરારિબાપુ રામકથા કે અન્ય ઉપક્રમોમાં ઓશો વિચાર અને અધ્યાત્મ, શાસ્ત્ર તથા ક્થા સાથે સાંપ્રત પ્રવાહની તુલના અને સંધિ અવશ્ય કરતાં રહે છે.
વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે ઓશો જન્મસ્થાન મધ્યપ્રદેશમાં નર્મદાનાં તટ પર કુછવાડા, જેની નજીક પચપેડી, જબલપુરમાં આ રામકથા લાભ મળશે.
શ્રી મોરારિબાપુ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્ય સંદેશ સાથે શ્રી ઓશોનાં જન્મ જયંતિ પ્રસંગમાં ધ્યાન, પ્રવચન અને આનંદદાયક ઉજવણીનો ભાવિક શ્રોતાઓ માટે અવસર મળનાર છે.



















Recent Comments