અમરેલી

શાંતાબા મેડિકલ કોલેજમાં વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે રાજ્યસ્તરીય ક્વિઝ

સ્પશાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન (PSM) વિભાગ દ્વારા ૧
ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે પોસ્ટ–ગ્રેજ્યુએટ (PG) રેસિડેન્ટ ડોક્ટર માટે રાજ્યસ્તરીય HIV Quiz
સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું.
સ્પર્ધામાં અમરેલી સહિત વિવિધ મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પર્ધા
દ્વારા વિદ્યાર્થીઓને એચ.આઈ.વી(HIV) અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા, ટીમ વર્ક અને એકેડેમિક
કુશળતા વધારવાની તક મળી. રાજ્યભરના પી.જી. રેસિડેન્ટ ડોક્ટર્સે વિવિધ રાઉન્ડમાં ઉત્સાહપૂર્વક ભાગ
લઈને જ્ઞાન, ઝડપ અને તર્કશક્તિનો ઉત્કૃષ્ટ પરિચય આપ્યો. આ ક્વિઝમાં વિજેતા ટીમ બી.જે. મેડિકલ
કોલેજ, અમદાવાદ રહી હતી, જ્યારે પ્રથમ રનર અપ પી.ડી.યુ. મેડિકલ કોલેજ, રાજકોટ અને સેકન્ડ રનર
અપ બી.એમ.સી મેડિકલ કોલેજ, વડોદરા રહી હતી.
કાર્યક્રમનું માર્ગદર્શન સંસ્થા ડીન શ્રી ડૉ. અશોકકુમાર રામાનુજ સર, એડિશનલ ડીન ડૉ. જયેશ
કથીરિયા સર, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. આર.એમ.જીતિયા સર દ્વારા પ્રાપ્ત થયું. મેનેજમેન્ટ અને એકેડેમિક
વિભાગના ભરતભાઈ ધડુક ,જગદીશભાઇ ડોબરિયા તથા સમગ્ર સ્ટાફનો વિશેષ સહકાર રહ્યો. આયોજન ટીમ
તરીકે PSM વિભાગના વડા ડૉ. મીત ચૌહાણ સાથે ફેકલ્ટી સભ્યો ડૉ.તૃષા, ડૉ. યામિની, ડૉ. પૂજા, ડૉ.
યોગેશ, ડૉ. હેતલ અને ડૉ. અશ્વિનના સક્રિય પ્રયત્નો નોંધપાત્ર રહ્યા. આ સ્પર્ધા માં IAPSM-GC ના સચિવ
ડો. અતુલ ત્રિવેદી સર અને ડો. પ્રશાંત દવે સહઅધ્યાપક પારૂલ મેડિકલ કોલેજ, વડોદરા ની પણ વિશેષ
ઉપસ્થિતિ રહી હતી. સ્પર્ધા સંચાલનમાં કોલેજ મેનેજમેન્ટ, ઇન્ટર્ન ડોક્ટર્સ અને Undergraduate.
વિદ્યાર્થીઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં એચ.આઈ.વી(HIV) અંગેની જાગૃતિ તથા વૈજ્ઞાનિક સમજણમાં
નોંધપાત્ર વધારો થયો અને વિશ્વ એડ્સ દિવસને અર્થસભર બનાવવામાં આવ્યો.

ર્ધાનું આયોજન

Related Posts