અમરેલી

સાવરકુંડલાનું સપનું સાકાર —રાજ્યમંત્રી કૌશિકભાઈ  વેકરીયા,લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હસ્તે  આધુનિક બ્લડ બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું..!

સાવરકુંડલા શહેર માટે આજનો દિવસ ઐતિહાસિક અને ગૌરવનો દિવસ સાબિત થયો છે. વર્ષોથી નાગરિકો તથા દર્દીઓની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માંગણી — “સાવરકુંડલામાં પોતાની આધુનિક બ્લડ બેંક” — આજે સાકાર બની છે.

આ મહત્વાકાંક્ષી સ્વપ્નને વાસ્તવિકરૂપ આપવા પાછળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સાવરકુંડલાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ના અથાગ પ્રયત્નો રહેલા છે. તેમના પ્રયત્નોથી આજે સાવરકુંડલામાં નવીન અને સુસજ્જ બ્લડ બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ લોકાર્પણ રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, તેમજ સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્ણ થયો. સાથે જ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપીશ્રી, ઉપરાંત વિવિધ સરકારી અધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપ્યું.

ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યુ કે આ લોકાર્પણ રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના કરકમલોથી પૂર્ણ થયું, જે આપણા માટે સન્માનની બાબત છે. આ બ્લડ બેંક માત્ર એક ઈમારત કે સુવિધા નથી; આ આપણા લોકો માટે જીવનદાયી આશા છે. હવે તાત્કાલિક રક્તની જરૂરિયાત માટે નાગરિકોને દૂર જવું નહીં પડે, અને તબીબી સેવાનો વ્યાપ અને ઝડપ બંનેમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળશે.આ અવસરને વધુ અર્થપૂર્ણ બનવા માટે સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ રક્તદાન કેમ્પ ખૂબ પ્રશંસનીય છે. આજે યુવાનો, દાતાશ્રીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા આપવામાં આવેલ ઉલ્લાસભર્યું રક્તદાન માનવતાનો ઉત્તમ સંદેશ આપે છે.આ શરૂઆત નવા બ્લડ બેંકને મજબૂત આધાર આપશે અને અસંખ્ય જીવને બચાવવામાં મદદરૂપ બનશે.

આ અવસરને અનુરૂપ સદભાવના ગ્રુપ દ્વારા વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું. શહેરના યુવાનો, દાતાશ્રીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા ઉલ્લાસપૂર્વક રક્તદાન કરવામાં આવતાં માનવતાનો સુંદર સંદેશ પ્રસર્યો. નવી બ્લડ બેંક માટે આ રક્તદાન અભિયાન પ્રારંભિક મજબૂતીરૂપ સાબિત થશે.

આ બલ્ડ બેન્ક લોકાર્પણ તેમજ રક્તદાન કેમ્પ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા,લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા,કલેકટરશ્રી,ડીડી ઓશ્રી,માનવમંદીરના ભકિતરામ બાપુ સહિત નગરપાલીકા,તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત, હોદ્દેદારશ્રીઓ અને સદસ્યશ્રીઓ, જિલ્લા,સાવરકુંડલા શહેર તેમજ તાલુકા સંગઠન હોદ્દેદારશ્રીઓ,સભ્યશ્રીઓ,વિવિધ સંસ્થા હોદ્દેદારશ્રીઓ,સમાજ અગ્રણીઓ,પત્રકારશ્રીઓ,ઉપસ્થિત રહા હતા.  તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts