સાવરકુંડલા તાલુકામાં આવેલ ગાધકડા ગામે આઈ શ્રી મોમાઈ આશ્રમ ખાતે આગામી તારીખ.૧૩- ૧૨-૨૫ શનિવારના રોજથી તારીખ.૨૦-૧૨-૨૫ અમાસને શનિવાર સુધી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મોમાઈ માતાજી નો ૨૫ મો પાટોત્સવ તેમજ પરમ પૂજ્ય પુંજાઆપાના ૮૦૬ વર્ષને અનુલક્ષીને આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી શ્રી નવનીત દાદા જાની (ગાધકડા વાળા) સંગીતમય કથાનું રસપાન કરાવશે. આ ભવ્ય શ્રીમદ ભાગવત કથામાં અનેક વિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમજ સંતો મહંતો પણ પધરામણી કરશે.આ કથા દરમિયાન ગણેશગઢ, કલ્યાણપુર અને ગાધકડા ગામમાં તારીખ ૨૧-૧૨-૨૫ રવિવારના રોજ ત્રણે ગામ બપોરના પ્રસાદમાં ધુવાડા બંધ રાખેલ છે. તો દરેક ધર્મ પ્રેમી જનતાને કથાનું રસપાન કરવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે આવેલ આઈ શ્રી મોમાઈ આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું



















Recent Comments