અમરેલી

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ સાવરકુંડલા તાલુકા કક્ષા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂક્યું

ઊર્જા, કાયદો-ન્યાય  રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સાવરકુંડલા તાલુકા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યા સાથે રાજ્યમંત્રીશ્રીએ પ્રદર્શન નિહાળી ‘બાળ વૈજ્ઞાનિકો’ને પ્રોત્સાહિત કર્યા હતા.

સાવરકુંડલા નગર મધ્યે આવેલી શાળા નં. ૦૨ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં ૫૩ જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરી હતી. ગણિત-વિજ્ઞાનના પાંચ વિભાગમાં શાળા દીઠ એક કૃતિ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી. રાજ્યમંત્રીશ્રી વિદ્યાર્થીઓની સેન્સર આધારિત ડસ્ટબીન, સૂંકા અને ભીના કચરાને સેન્સર દ્વારા અલગ તારવી આપતી કૃતિઓ નિહાળી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ધોરાજીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જી.એમ.સોલંકી, તાલુકા વિકાસ અધિકારીશ્રી વાઘાણી, શહેરના અગ્રણીશ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ સહિત બી.આર.સી., સી.આર.સી ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts