‘હું છેલ્લા પાંચ વર્ષથી સંગીતનો અભ્યાસ કરી રહી છું. મને હાર્મોનિયમ સાથે પ્રાર્થના ગાવી ખૂબ ગમે છે. રાગ અને અલંકારનો અભ્યાસ કરવા માટે હાર્મોનિયમની ભેટ મને મદદ કરશે. આ શબ્દો છે, રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગની દિવ્યાંગ સાધન સહાય યોજનાના લાભાર્થી અને અમરેલી જિલ્લાના ધામેલના વતની શ્રી, એકતાબા ગોહિલના અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને સમાજ સુરક્ષા વિભાગ-અમરેલી દ્વારા શુક્રવારે ‘દિવ્યાંગ સાધન સહાય વિતરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ઉર્જા અને કાયદો-ન્યાય રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના હસ્તે ૧૬૭ દિવ્યાંગજનોને હાર્મોનિયમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાભ પ્રાપ્ત કરનાર ધો.૧૨ના વિદ્યાર્થિની શ્રી, એકતાબાએ પોતાની ખુશી વ્યક્ત કરતા હાર્મોનિયમ પર સૂરો લહેરાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ હાર્મોનિયમ થકી મારી રીયાઝ પાકો થશે અને હું સંગીતના શોખને ઘરે પણ પૂર્ણ કરીશ. તેમણે આ હાર્મોનિયમની સહાયતા આપવા બદલ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો આભાર માન્યો હતો.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્ય કરતી સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અમરેલી દ્વારા તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને તેની દિવ્યાંગતામાં રાહત થાય અને તેઓ મનથી પ્રફુલ્લિત રહે હેતુસર આજ રોજ સંગીતના સાધન તરીકે હાર્મોનિયમ વિતરણ કરવામાં આવ્યા હતા.



















Recent Comments