અમરેલી જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ 2025 અંતર્ગત સ્પર્ધા જેનું આયોજન જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યોજાયેલ જેમાં
શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ આશ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – સાવરકુંડલા ધોરણ ૮ માં અભ્યાસ કરતી કું . કાવ્યા પંકજભાઈ ચૌહાણની જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ઝળહળતી સિદ્ધિ*પ્રાપ્ત કરી છે.
તારીખ 5મી ડિસેમ્બર, 2025ના રોજ શ્રી કે. કે. પારેખ અને મહેતા આર. પી. વિદ્યાલય અમરેલી ખાતે જિલ્લા કક્ષાના યુવા મહોત્સવનો આયોજન થયું હતું જેમાં ચિત્રકલા સ્પર્ધામાં વિભાગ ‘અ’ માં કાવ્યા પંકજભાઈ ચૌહાણે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. આગામી સમયમાં ઉતરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ ગુરુકુળ સંસ્થાનાં વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી અને પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી સાથે ડાયરેક્ટર શ્રી વ્યાસ સાહેબ,,શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય ગૌરાંગભાઈ મહેતા , ગુરુકુળ શાળાના આચાર્યો હરેશભાઈ મહેતા, કમલેશભાઈ ચુડાસમા, દીપેશભાઈ પંડ્યા, વૈશાલીબેન પટેલ સાથે ગુરુકુળ શાળાના રમત ગમતના કોચ શ્રી દીપકભાઈ વાળા અને શ્રી દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રમત ગમત અધિકારીઓ શ્રી વિક્રમસિંહ પરમાર D yado, શ્રી બારૈયા સાહેબ APO, શ્રી અશરફભાઈ કુરેશી અને શરદભાઈ અગ્રાવતની મહેનત સરાહનીય રહી હતી.


















Recent Comments