વિશ્વની સૌથી પ્રાચીન અને દરેક ભાષાની જનની એવી સંસ્કૃત ભાષાને દુનિયાની સૌથી પ્રાચીન ભાષાનું ગૌરવ ભારત દેશને મળ્યું છે. સંસ્કૃત એ દેવોની ભાષા છે ભારતની વિરાસત અને ઇતિહાસ સંસ્કૃત ભાષામાં લખાયેલો જોવા મળે છે સંસ્કૃત સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે . સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર માટે સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંત દ્વારા યોજાયેલ સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન સાવરકુંડલા તાલુકાના વંડા શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ ખાતે સારસ્વત નીતાબેન ભટ્ટ તેમજ ગજેરા સાહેબ દ્વારા કરવામાં આવેલ જેમાં ૧૫૦ થી વધુ વિધાર્થી ભાઇ બહેનોએ ભાગ લીધો હતો. ભારતિય સંસ્કૃતિની ધરોહર સમાનસંસ્કૃત ભાષા માટે શાળામાં યોજતા સંભાષણ કેંદ્રો,સેમિનાર, પરીક્ષાઓના સુંદર આયિજન બદલ શાળાના મે.ટ્રસ્ટી શ્રી મનજીબાપા તળાવિયા તેમજ આચાર્ય સંજયભાઇ ચૌહાણે સહુને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.
આપણી આ સંસ્કૃત ભાષાની વર્તમાન સ્થિતિ દયનીય જોવા મળે સંસ્કૃત વિષય શાળાઓમાં આજે એક સામાન્ય વિષય તરીકે રાખવામાં આવે છે આપણા જીવનમાં સંસ્કૃત ભાષાનું ખૂબ જ મહત્વનુ સ્થાન છે તેમ છતાં તેનું મહત્વ આપણે ઓછું આંકીએ છીએ. રામાયણ, મહાભારત, વેદો, ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા જોવા મળે છે. દુનિયાનું સૌથી મોટું શબ્દ ભંડોળ સંસ્કૃત ભાષામાં છે. ૧૦૨ અબજ ૭૮ કરોડ ૫૦ લાખ શબ્દોનો ઉપયોગ અત્યાર સુધીમાં આ ભાષામાં થઈ ગયો છે. સંસ્કૃત ભાષાની આટલી બધી ખાસિયતોને પરિણામે સહજ પણે સંસ્કૃત પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થાય છે. એટલે કે, સંસ્કૃત બધી ભાષાનો ભગવાન છે. સંસ્કૃતનું સાહિત્ય અને કાવ્ય મધુર અને ઉત્તમ સુભાષિતોથી ભરપુર છે. આજે ઘણા લોકો સંસ્કૃત તરફ પાછા ફરી રહ્યા છે, ‘વસુદેવ કુટુમ્બકમ’નું સૂત્ર આપનાર સંસ્કૃત આપણી પ્રાચીન સાંસ્કૃતિક વારસાના પ્રતિક જેવી ભાષા આપણી વચ્ચે દિવસે-દિવસે સિમિત બનતી જાય છે. સંસ્કૃતનું મહત્વ સમજવામાં આપણી આંખે જે આધુનિક વિશ્વના ચમકારાથી અંધારા આવી ગયા છે તે ટેકનોલોજી અને વિજ્ઞાનને હવે ભારતની મૂળભૂત ધરોહર અને સર્વ ભાષાની જનેતા એવી સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજાય છે. માત્ર ભારતની જ નહીં વિશ્વની પ્રાચીન ભાષા સંસ્કૃતમાં વિજ્ઞાન, ભાષા સાહિત્ય અને ટેકનોલોજીના ગૂઢ રહસ્યો છુપાયેલાં છે. સંસ્કૃત ભાષા સંપૂર્ણ ભાષા છે, હતી અને કાયમ રહેશે. વિદ્વાનોના વિશ્વએ સંસ્કૃતને ખૂબ જ પવિત્ર,કુદરતી અને વાસ્તવિક ભાષા સ્વીકારી છે. તમામ ધર્મના તત્વચિંતક બુધ્ધિજીવીઓ સંસ્કૃતના ઉપાસક રહેલાં છે. કેમ કે સંસ્કૃતએ પૂર્ણ ભાષા છે. એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું


















Recent Comments