અમરેલી

જીવ દયાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા જુનાસાવર અંબા માતાજી મઢના પુજારી ઘનશ્યામબાપુ

પ્રાપ્ત વિગત મુજબ ઘનશ્યામબાપુ દેવમુરારી કેવડા પરા વિસ્તારમાં આવેલ સાવરકુંડલા ગૌશાળાની વાડીમાં ફરજ બજાવતા હતા ત્યારે એક ગલુડીયુ તેના પગ ચાટવા મંડ્યુ. બાપુએ તપાસ કરતા જાણવા મળેલ કે એની મા મરણ પામેલ છે બાપુએ એક પળનો વિચાર કર્યા વગર આ માં વગરના ગલુડીયાને પોતાના ઘરે લઈ ગયેલ. ઘરના એક પરિવારના સભ્યની જેમ તેનું જતન કરી ઉછેર કરવા લાગ્યા. સમય જતા તેની બાપુને એટલી આત્મિતા થઈ ગય કે તેના વગર બાપુ જમે પણ નહિ માણસ સાથે વાત કરે તેવી રીતે તેની સાથે વાત કરે. તેનુ નામ હેરી રાખેલ. બાપુને એક વખત બટકુ ભરેલ છતા હેરી પ્રત્યે એની લાગણી ઓછી ન થઈ. બાપુ સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે જયારે પોતાના જીવનમાં દુ:ખ કે ઉપાધી આવતી ત્યારે એની પાસે વાત કરી મન હળવું કરતો.હેરી સાથે ખુબ આનંદથી સમય પસાર થતો.પણ કુદરત આગળ માણસ લાચાર છે. ટુંકી બિમારીમાં હેરીનુ મૃત્યુ થયેલ. બાપુએ તેના મૃત શબને વિધિવત દફનાવેલ.હાલ હેરીના જવાથી બાપુ ખુબ દુખી છે. બાપુ ઉપર આવેલ આ અસહ્ય દુખ સહન કરવાની શક્તિ આપે તેમજ હેરીના આત્માને શાંતિ મળે તેવી અસ્તિત્વને પ્રાર્થના. 

Related Posts