ભાવનગર

અનામત કક્ષાના ઉમેદવારોને થતા અન્યાયો માટે સરકાર જવાબ આપે!?

જરાતમાં જાહેર પરીક્ષા આયોગની વર્ગ 1/2  ની પરીક્ષાનું પરિણામ જ્યારે જાહેર થયું ત્યારે ઓબીસીનો સૌથી તેજ તરારૅ વર્ગ ચૌધરી સમાજના આગેવાનોએ પરિણામ સામે સવાલ ઉઠાવીને એક એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે જેમાં બિન અનામત વર્ગની જગ્યાઓમાં અનામત કક્ષાના ઉમેદવારો આવી ન જાય અને તેમને માત્ર ને માત્ર અનામત જેટલી જ જગ્યાઓ પર સ્પેસ મળે તે પ્રકારનું એક ગુનાહિત કાવતરું તેના સંચાલકોએ કર્યું તેવો આક્ષેપ જે તે સમયે થયો હતો.પરંતુ આ આક્ષેપનો બચાવ કરવામાં આવ્યો અને પછી તેને રફેદફે કરીને મુદ્દાને ઉડાડી દેવામાં આવ્યો.પરંતુ જે રીતે સમગ્ર મુદ્દાને ઉડાડીને હવે વર્ગ 3/4ની ભરતીમા પણ અનામત કક્ષાના ઉમેદવારો કે જેમાં આર્થિક સામાજિક પછાત, અનુસૂચિત જાતિ અને જનજાતિ વગેરેને ગણાવી શકો તેવા લગભગ 80% ટકા વસ્તી ધરાવતાં ઉમેદવારોને સરાસર અન્યાય કરવામાં આવી રહ્યો છે.અને તેથી બિન અનામત એવી વસ્તી 20- 22% જેટલા જ લોકોને 50% બિન અનામત વર્ગની જગ્યાઓ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાતી હોય તેવી ગંધ આવી રહી છે. 

          આ અંગેની વાત કરતા પ્રો.બી.સી. રાઠોડ એક ચેનલને ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે હજુ ગુજરાત જાહેર સેવા આયોગમાં થયેલા આવા અયોગ્ય કારનામાનો સંતોષકારક જવાબ નથી મળ્યો ત્યાં વિવિધ પ્રકારની ભરતીઓમાં અનામત કક્ષાના ઉમેદવારોને સરાસર અન્યાય થઈ રહ્યો છે. તલાટી,લોક રક્ષક કે ક્લાર્કની અલગ અલગ કેડરની ભરતીઓમાં 40% પાસિંગ ધોરણ લાવવામાં આવ્યું છે તેની પાછળનું એક ગણિત એ છે કે આ પાર્સિંગ ધોરણ લાવવાથી બિન અનામત વર્ગના ઉમેદવારો જ પાસ થઈ શકે અને રડ્યા ખડ્યા અનામત કક્ષાના ઉમેદવારો પાસ થાય તેને અનામત કેટેગરીમાં સમાવી દેવામાં આવે. આગળ તે જણાવે છે કે તાજેતરમાં પોલીસ ભરતી અંગેની જે જાહેરાત આપવામાં આવી છે તેમાં 12,733 જગ્યાઓ લોકરક્ષકની છે અને તેમાં ઓબીસીની જગ્યાઓ 3669 હોવી જોઈએ તેને બદલે 3417 છે જે 292 ઓછી છે શા માટે ઓછી છે તે ભરતી બોર્ડ જણાવી શકે? ઈ ડબલ્યુ એસ ની જગ્યાઓ1359 હોવી જોઈએ તેને બદલે 1446 જગ્યાઓ આપવામાં આવી છે એટલે કે તે જગ્યાઓ વધુ આપવામાં આવી છે તો આ 10% ના ધોરણ મુજબ શા માટે આ જગ્યાઓ વધારવા આપવામાં આવી છે તે પણ સવાલ થાય છે? 

                 આગળ એવો દાવો કરવામાં આવ્યો છે કે જીપીએસસી હોય કે પછી રાષ્ટ્રીય કક્ષાની ભરતીમાં મેથ્સ રિઝનીંગના પ્રશ્નોનો ભારાંક 15% જેટલું જ હોય છે તો લોકરક્ષકમાં આ ભારાંકને 75% કરીને ભરતી બોર્ડ શું કરવા ધારે છે? એનો અર્થ એવો થયો કે આ રીઝનીંગના પ્રશ્નોના જવાબ એવા વિદ્યાર્થીઓ જ આપી શકે કે જેઓ કોચિંગ ક્લાસમાં તૈયારી કરતા હોય એટલે કે તમે કોચિંગ ક્લાસને પ્રોત્સાહન/ બળ આપો છો?! જે ગામડામાં રહેનારા ગરીબ વર્ગના લોકો જેમની પાસે કોચિંગ કરવા માટેના પૈસા, સ્થિતિ વગેરે નથી તેને તમે અન્યાય કરી રહ્યા છો.જે રીતે પોલીસ ભરતીની આગળની ભરતીમાં દોડવાના ગુણ 10 થી 25 હતા તે જોગવાઈઓ સંપૂર્ણ રદ કરવામાં આવી છે. એટલે કે આ રદ થતાની સાથે જ ઓટોમેટિકલી ગામડાનો ખડતલ વિદ્યાર્થી કે જે કદાચ બૌદ્ધિક કસોટીમાં મજબૂત ન હોય પરંતુ શારીરિક ક્ષમતાના કારણે આગળ આવી શકે છે તે જોગવાઈ રદ કરીને બૌદ્ધિક લોકોને ઘુસાડવાનું એક આયોજનબદ્ધ કાવતરું ગણી શકાય તે થયું છે? કોઈ દળના શારિરીક ક્ષમતાના ગુણ ન ગણાય તેવું સાંભળ્યું છે?અગાઉની પોલિસ ભરતીની 9810  કોન્સ્ટેબલની ભરતીમાં 549 જેટલા ઉમેદવારો દોડમાં 25 માંથી 25 માર્ક મેળવી શકેલા અને તેમાં અનામત કક્ષાના ઉમેદવારોની સંખ્યા 85% થી વધુ હતી.આ ઉમેદવારોને બાદ કરવા માટે શું આ જોગવાઈ કરવામાં આવી છે? મેથ્સનું રીઝનીંગ જે રીતે લોકરક્ષક જેવી પરીક્ષામાં વધારી દેવામાં આવ્યું છે તેનાથી આર્ટસ કોમર્સના વિદ્યાર્થીઓ આપોઆપ સ્પર્ધામાંથી બહાર થઈ જાય છે.સોસિયો ઇકોનોમી સર્વે મુજબ 80%  લોકો આર્ટસ કોમર્સના હોય છે. માત્ર 20% લોકો વિજ્ઞાન પ્રવાહ સાથે જોડાયેલા છે.રિઝનિંગના પ્રશ્નો તે જ વધુ સારી રીતે સોલ્વ કરી શકે છે.વળી તમે ત્યાં એવી જોગવાઈ લઈને આવો છો કે રીઝનીંગમાં પણ જો તમારા 40% થી વધારે ગુણ ન હોય તો તમે પરીક્ષા માટે એલિજેબલ નથી.તો આ જોગવાઈ પણ સદંતર સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. લોકરક્ષકનું પેપર એટલું અઘરું કાઢવામાં આવે છે કે જે પીએસઆઇના પેપરથી પણ વધુ કઠિન હોય છે.ગત વખતનું પેપર પીએસઆઇ નું 32 પેજ નું હતું અને સામે લોકરક્ષકનું 40 પેજ નું હતું. પેજ સાથે કદાચ આપણે કઠિનતાને ન આંકીએ પણ તેમાં ખાસ કરીને રીઝનીંગને કારણે આ મુદ્દો એ ઉભો થયેલો. 

         સમગ્ર ભરતી ગત વખતે કેટલી થઈ હતી અને કેવી થઈ હતી તેનું આખું લિસ્ટ એ અભ્યાસ કરવા યોગ્ય છે.તેમાં કેવી રીતે આક્ષેપોનું તથ્ય દેખાય છે તે પણ જોવું રહ્યું.બક્ષીપંચ સાથે જોડાયેલાં ધારાસભ્યો, સંસદસભ્યો આગામી દિવસોમાં આ માટે એક અભ્યાસ સમિતિની માંગણી કરે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

Related Posts