ભાવનગર

સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં ‘રામ’ એ સેતુ છે – મોરારિબાપુ

કેન્દ્રમાં રામ અને સંવાદમાં ઓશો ચિંતન સાથે જબલપુરમાં રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં ‘રામ’ એ સેતુ છે, તેમ જણાવી રામકથા મહાત્મ્ય જણાવ્યું.

આધ્યાત્મિક દાર્શનિક ઓશો જ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને શનિવારથી સંતો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ પ્રારંભ થયો છે.

ક્થા પ્રારંભ દિવસે ઓશોના પૂર્વાશ્રમના બહેન શ્રી માં નિશાજીએ રામના સગુણ અને નિર્ગુણ સ્વરૂપ સાથે રોમ રોમમાં વસનાર અને અયોધ્યાવાળા એમ બંને રામનો ઉલ્લેખ કરી રામ મહિમા પ્રસ્તુત કરી કથા માટે શ્રી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ પ્રસન્નતા વ્યક્ત કરેલ.

શ્રી મોરારિબાપુએ ક્થા મંગલાચરણ કરાવતાં પ્રસંગો સાથે આ કથાના યજમાન ઓશો રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો. ઓશો વિશે કહ્યું કે, ઓશો એ પ્રભાવમાં નહી સમજાય, સહજમાં સમજાય શકે.

કેન્દ્રમાં રામ અને સંવાદમાં ઓશો ચિંતન સાથે જબલપુરમાં આ રામકથામાં બીજા દિવસે શ્રી મોરારિબાપુએ સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં ‘રામ’ એ સેતુ છે, તેમ જણાવી રામકથા મહાત્મ્ય જણાવ્યું. રામકથા પ્રારંભ ‘સત્ય’, મધ્ય ‘પ્રેમ’ અને સમાપન ‘કરુણા’ હોવાનું જણાવી કોઇપણ ધર્મ વિચાર ધારાને સત્ય, પ્રેમ અને કરુણા તત્વ સાથે વિરોધ ન હોઈ શકે તેમ ભારપૂર્વક કહ્યું.

શ્રી મોરારિબાપુએ ઓશો વિશે કહ્યું કે, ઓશો તો માનું દૂધ છે, સરળ અને તરલ પીવરાવી શકે છે, જ્યારે કેટલાંક તત્વચિંતન અઘરા પણ છે. ઓશો સંદર્ભે વિરોધાભાસ મૂલ્યાંકનો સંદર્ભે વ્યાસપીઠ પરથી કહ્યું કે, મને જે ઓશોમાં ગમ્યું તે માણું છું. ચાંદ વિશે ડાઘ હોય કે તેની શ્રાપ વગેરે જે વાતો હોય મને તો ચાંદની ગમે છે, મને તેને માણવામાં રસ છે.

રામકથામાં સંકીર્તન વેળાએ ઓશો અનુયાયીઓ પ્રસન્ન રહીને ભાવપૂર્વક રામધૂન સાથે નાચી રહ્યા છે અને ક્થા લાભ લઈ રહ્યાં છે. દેશ અને વિદેશના રામકથા પ્રેમીઓ અહીંયા ઉમટ્યાં છે.

Related Posts