અમરેલી

કમીગઢના ૮૦ વર્ષના વડિલ  માટે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાનો અનોખો સ્નેહ : ”વ્હાલા આ તો વ્હાલપનું છે વ્હાલ”

અમરેલી તા. ૦૭ ડિસેમ્બર, ૨૦૨૫ (રવિવાર) – રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ રવિવારે અમરેલી તાલુકાના કમીગઢ મુકામે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યા બાદ પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના પાદરમાંથી પસાર થતા એક મોટરસાઇકલ ચાલેક હાથ ઊંચો કરતા રાજ્યમંત્રીશ્રીએ પોતાનો કાફલો થંભાવી દીધો હતો. આ દરમિયાન આત્મીયતાથી વાત કરી રહેલા રાજ્યમંત્રશ્રીને નિહાળી તેમના પરિચીત અને ગામના વડિલ ૮૦ વર્ષના શ્રી, હરજીબાપા આવ્યા હતા. શ્રી હરજીભાઈ ફીણવિયા રાજ્યમંત્રીશ્રી સાથે પહેલાંથી પરિચય ધરાવે છે. તેમને મળી અને રાજ્યમંત્રીશ્રીએ જૂની યાદો વાગોળી હતી. વયોવૃદ્ધશ્રી હરજીબાપાએ રાજ્યમંત્રીશ્રીને અમરેલીની જનસુખાકારી કરતા રહેવા માટે રાજ્યમંત્રીશ્રીને અંતરના આશિર્વાદ પાઠવ્યા હતા.

Related Posts