અમરેલી

ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના ૬૯મા મહાપરિનિર્વાણ દિવસે જિલ્લા ભાજપ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ૬ ડીસેમ્બરના
રોજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના ૬૯મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ
કાર્યાલય ખાતે શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ગુજરાતના પૂર્વ મંત્રીશ્રી વિભાવરીબેન દવે તથા અતિથિ વિશેષ તરીકે પૂર્વ
ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી વંદનાબેન મકવાણા ઉપસ્થિત રહ્યાં હતાં. બંને મહિલા
નેતાઓએ બાબાસાહેબના જીવન-કવન, સંઘર્ષ અને ભારતીય બંધારણની રચનામાં તેમના અમૂલ્ય યોગદાન ઉપર
પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભાજપ સરકાર દ્વારા બાબાસાહેબની સ્મૃતિ સાથે જોડાયેલા પાંચ પવિત્ર તીર્થસ્થાનો
– જન્મભૂમિ (મહુ), શિક્ષાભૂમિ (લંડન), દીક્ષાભૂમિ (નાગપુર), મહાપરિનિર્વાણ ભૂમિ (દિલ્હી) અને ચૈત્યભૂમિ
(મુંબઈ)ના વિકાસનો વિગતે ઉલ્લેખ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાને બાબાસાહેબ પ્રત્યેના
સાચા સન્માનનું પ્રતીક ગણાવ્યું હતું.સાથે-સાથે બાબાસાહેબને કોંગ્રેસ દ્વારા થયેલા અપમાનની ઘટનાઓની
પણ ચર્ચાઓ થઈ હતી.જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણીએ ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓનું
સ્વાગત કરીને ભારતરાષ્ટ્ર માટે બાબાસાહેબનું યોગદાન મહત્વનું ગણાવીને શાબ્દિક ભાવાંજલિ અર્પણ કરેલ.
આ બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા ભાજપ કાર્યાલયથી ડૉ. આંબેડકરની પ્રતિમા સુધી મોટી સંખ્યામાં
કાર્યકર્તાઓએ પદયાત્રા કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી અને ભાવભીની ભાવાંજલિ આપેલ.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી મયુરભાઈ માંજરીયા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી
મનોજભાઈ મહીડા, જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલા, મહામંત્રી શ્રી
સંદીપભાઈ સોલંકી, અગ્રણી સર્વશ્રી મુકેશભાઈ બગડા, શ્રી સમભાઈ મહીડા, શ્રી જીતુભાઈ ડેર, શ્રી રેખાબેન
માવદીયા, શ્રી રંજનબેન ડાભી, શ્રી કિશોરભાઈ કાનપરિયા, શ્રી લલિતભાઈ મારૂ, શ્રી ડેનીભાઈ પરમાર,શ્રી
હિતેશભાઈ સેજુ સહીત નગરપાલિકા-તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના પદાધિકારીઓ અને
કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. તેવું જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી શ્રી
મહેન્દ્રભાઈ ચાવડાની અખબારી યાદીમાં જણાવેલ છે.

Related Posts