વિડિયો ગેલેરી

અમરેલી જિલ્લામાં રાજ્ય કે જિલ્લા બહારના કામ કરતાં શ્રમિકોની નામ સરનામાં સહિતની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે

અમરેલી જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા અને ગુન્હાશોધન પ્રક્રિયા માટે જરૂરી વિગતો ઉપલબ્ધ બને તે ઉપરાંત બહારથી આવતા શ્રમિકો સાથે કોઈ અઘટીત બનાવ બને તેવા સંજોગોમાં તેઓને જરૂરી પ્રશાસનિક મદદ મળી રહે તે હેતુથી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની લક્ષમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શ્રમિકોના નામ સરનામાં સહિતની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જિલ્લામાં રાજય કે જિલ્લા બહારના કડીયાકામ, ઇંટોના ભઠ્ઠા, હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ, ફેક્ટરી, કારખાના, ખાણીપીણીની દુકાનો, લારીઓ ઉપર તથા કલર કામ કરતા કારીગરો તથા ઔદ્યોગિક એકમમાં કામ કરવા આવતા કારીગરો, મજુરો તથા ખેત-મજુરોને કામદાર તરીકે રાખનાર જે તે એકમના માલિક, એજન્ટ, દલાલ, લેબર કોન્ટ્રાક્ટર વગેરે એ તેવા વ્યક્તિઓની કામદાર તરીકે રાખનાર વ્યક્તિનું નામ સરનામું, મોબાઈલ નંબર તેવી જ રીતે કામદાર તરીકે રહેનાર વ્યક્તિનું નામ હાલનું અને મૂળ સરનામું મોબાઈલ નંબર, કામદારના પરિચિત વ્યક્તિના નામ સરનામાં વગેરે ઉપરાંત કામદાર તરીકે લાવનાર એજન્ટ, દલાલ, મકાદમનું નામ સરનામું વગેરે વિગત સાથેનું નિયત ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી નોંધણી કરાવવાની રહેશે.

આ હુકમ તા.૨૯.૦૧.૨૦૨૫ સુધી સમગ્ર જિલ્લામાં અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ અન્વયે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવ

Related Posts