અમરેલી

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હેઠળના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા ડી.એલ એસ.એસમાં હાઈટ હન્ટ દ્વારા પ્રવેશ અપાશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટ આધારે અંડર-૧૫ વયજૂથના ખેલાડી એટલે કે તા. ૦૧.૦૧.૨૦૧૧ પછી જન્મેલા હોય તેવા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રક્રિયામાં તા.૦૧.૦૧.૨૦૧૧ પછી જન્મેલા બહેનો જેમની ઉંચાઈ ૧૬૩ સે.મી કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. તા. ૦૧.૦૧.૨૦૧૧ પછી જન્મેલા ભાઈઓ કે જેમની ઉંચાઈ ૧૭૩ સે.મી કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.

આ જાહેરાત અંતર્ગત રમતગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ આધારકાર્ડના પુરાવા સાથે મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓ તા. ૧૮.૧૨.૨૦૨૫ અને તા. ૧૯.૧૨.૨૦૨૫ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી ૦૧.૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કસોટીનું સ્થળ ડી.એલ.એસ.એસ વિદ્યાસભા સ્કુલ, લાઠી રોડ, અમરેલી રહેશે. વધુ વિગતો માટે કન્વીનરશ્રી, ધર્મેશભાઈ અમીપરા ૭૮૭૪૪૦૯૨૦૧ પર સંપર્ક કરી શકાશે.

વધુ વિગતો માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ કચેરી, ગોળ દવાખાનાની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧નો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts