સુરત મૂળ સૌરાષ્ટ્ર ના ગારીયાધાર તાલુકા ના મોર્ડન વિલેજ પરવડી ના હાલ સુરત સ્થિત લેઉવા પટેલ સમાજ ના ભરતભાઈ માંગુકીયા નો પરિવાર પહેલેથી જ વિચારો થી ખૂબ ઉન્નત છે સુરત ની અનેક મોખરા ની સંસ્થાન માં ટ્રસ્ટી ભરતભાઇ માંગુકીયા ની પુત્રી રત્ન કુ. ભાર્ગવી ના લગ્નોત્સવ કુકડીયા પરિવાર ના પુત્ર દિવ્યેશકુમાર સાથે અનોખી રીતે યોજાયા માત્ર આંગળી ના વેઢે ગણી શકાય એટલા સગાસ્નેહી જનો ની હાજરી માં દીકરી ને માત્ર કરિયાવર માં માત્ર શીખ આપતી છબી આપી અને તે છબી પોતા ના શયનખંડ રાખવા રોજ એકવાર વાંચવા દીકરી ભાર્ગવી ને કહેવાયું છબી ના શબ્દો નો વૈચારિક કરિયાવર “વ્હાલી ભાર્ગવી આજે તારા જીવન માં નવો સૂર્યોદય થશે સ્વર્ણિમ કિરણો થી તારૂ જીવન ને વધુ તેજસ્વી અને ઓજસ્વી બનશે પુત્ર સમાન ચિ. દિવ્યેશ હવે તારા જીવન સાથી છે મારા તરફ થી મળેલ સંસ્કાર શિક્ષણ અને સમજણ ની ત્રિવેણી થી કુકડીયા પરિવાર ના તીર્થ ને સદા પ્રસન્ન રાખજે” કરિયાવર માં હું તને શું આપું ? બસ એટલું સદા યાદ રાખજે બેટા સત્ય ને વળગી રહેજો સૌને અનુકૂળ થજો મનગમતું ત્યજી ને સૌને ગમતું કરજો સત્ય ને ઓળખવાની ૭ જડી બુટી ઓ ૧ ધીરજ ૨ ધર્મ ૩ વિવેક ૪ સાહિત્ય ૫ સાહસ ૬ સત્ય ૭ હરિ ભરોસો ત્રણ વસ્તુ સદા સાથે રાખજો ૧ પુરૂષાર્થ ૨ પ્રાર્થના ૩ પતિક્ષા માણસાઈ એટલે વિચાર વિવેક વાણી અને વ્યવહાર તું દુનિયા નહિ શકે પરંતુ એક વ્યક્તિ ની દુનિયા બદલી શકીશ સદા સ્મરણ માં રાખજો માતા નીતાબેન અને પિતા ભરતભાઈ માંગુકિયા ગર્ભ શ્રીમંત પરિવાર માંથી આવે છે ધારે તો મોંઘાદાટ ખર્ચાળ લગ્નોત્સવ કરી શકે ખૂબ મોટો ચાહક વર્ગ અને પથરાયેલ પરમાર્થ પ્રવૃત્તિ ઓના પ્રણેતા એવા ભરતભાઇ લગ્નોત્સવ માં જમણવાર યોજે તો ઓછા માં ઓછું છ સાત હજાર વ્યક્તિ ઓનું જાડું જમણવાર થાય પણ સામાજિક સંરચના ઓમાં શીખ કંઈ અમસ્તી થોડી અપાય આચરણ તો પોતા ના પરિવાર ના પ્રસંગો થી કરાય ને ? સમાજ માં ભરતભાઇ માંગુકીયા ની પુત્રી રત્ન ભાર્ગવી-દિવ્યેશ ના લગ્નોત્સવ માં ખૂબ મોંઘીડાટ ભેટ સોગાદ અને રોકડ રકમ ના કવરો પુરસ્કારો માત્ર સ્પર્શ કરી પરત તો કરાયા સાથો સાથ શીખ પણ અપાય કે આ રકમો લોક કલ્યાણ કન્યા કેળવણી જીવદયા જેવી ઉત્તમ પ્રવૃત્તિ ઓના પોષણ પાછળ આપશો ત્યારે હાજર સૌ કોઈ અંતર થી આશિષ આપતા બોલી ઉઠ્યા “વ્યોમ પૃથ્વી દંપતી હો સુમંગલ” અનોખી સપ્તપદી વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ વચ્ચે આદર્શ અને અનોખા લગ્નોત્સવ યોજી સમસ્ત માનવ સમાજ માટે પ્રેરક ઉદારણ પૂરું પાડતા ભરતભાઈ એ દીકરી ને કરિયાવર માં દ્રવ્યદાન નહીં પણ શિખામણ આપતી છબી આપી જે કાયમ માતા નીતાબેન અને પિતા ભરતભાઇ ના વિચારો થી ઉન્નત પરિવાર ના સંતાન તરીકે એક આદર્શ દાંપત્ય જીવન માટે પથદર્શક બની ર
“પ્રેરણા” અનોખા લગ્ન દીકરી ભાર્ગવી ને કરિયાવર માં એક શિખામણ આપતી છબી અપાઇ


















Recent Comments