અમરેલી

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા ૬૫૦ ચક્ષુદાનનો આંક પૂર્ણ

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચ દ્વારા ચક્ષુદાન સ્વીકારનો ૬૫૦ની સંખ્યાને પાર

સાવરકુંડલા શહેર મેહુલભાઈ વ્યાસ કે જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી છે અને ચક્ષુદાન સ્વીકાર માટે સતત પ્રયત્નશીલ રહે છે. પોતાના વ્યવસાયના સમયે પણ જો કોઈ ચક્ષુદાન સ્વીકાર માટેની દરખાસ્ત આવે તો વ્યવસાય પડતો મૂકીને પણ આ સમગ્ર માનવજાત માટે ઉપયોગી એવી ચક્ષુદાન સ્વીકાર માટે દોડી જાય છે. આજરોજ સવારે અગિયાર આસપાસના સમય ગાળામાં સાવરકુંડલા શહેરમાં શિવશક્તિ સોસાયટી હાથસણી રોડ પર આવેલ સાવરકુંડલાના જે. વી મોદી હાઈસ્કૂલના નિવૃત ગણિત વિજ્ઞાનના શિક્ષક હરેશભાઈ સૂચકના ધર્મપત્ની મીનાબેન હરેશભાઈ સૂચકનું દેહાવસાન થતાં પરિવારજનોએ સદગતના ચક્ષુ ડોનેટ કરવાનો નિર્ણય કરતાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસે તેમના નિવાસ સ્થાને આવીને મૃતકના ચક્ષુદાનનો સ્વીકાર કર્યો હતો.

આમ આજના ચક્ષુદાન સ્વીકાર સાથે ચક્ષુદાનની સંખ્યા ૬૫૦ ના આંકને પાર કરતી જોવા મળેલ

ચક્ષુદાન સ્વીકારની આ કપરી કામગીરી મેહુલભાઈ વ્યાસ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે જે ખરેખર ગૌરવપૂર્ણ બાબત ગણાય

Related Posts