બ્રહ્મને જાણી જાય તે જ બ્રહ્મ બની જાય તેમ શ્રી મોરારિબાપુએ રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન કરતાં કહ્યું. ઓશો જન્મોત્સવ પ્રસંગે જબલપુરમાં ચાલતી રામકથામાં સત્સંગ, સંકીર્તન અને ભાવનૃત્યનો દિવ્ય સમાગમ થયો છે.
ઓશો જન્મોત્સવ પ્રસંગે રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ઉપનિષદ મંત્ર સામુહિક ઉચ્ચાર કરાવી દાદાજી શ્રી વિષ્ણુદેવાનંદગિરિજી દ્વારા થયેલ ટિપ્પણીનો ઉલ્લેખ કરી કહ્યું કે, બ્રહ્મને જાણી જાય તે જ બ્રહ્મ બની જાય. તેઓએ ઉમેર્યું કે, પૂર્ણ બ્રહ્મ જાણી ન શકાય તો જેટલું મળે તેટલું માણો. શ્રી મોરારિબાપુએ રામ, રામકથા અને રામનામ એ બ્રહ્મ હોવાનું જણાવ્યું.
ઓશો સ્થાનમાં આ ક્થા પ્રસંગે શ્રી મોરારિબાપુએ પોતે ઓશોના કારણે પોતે લાઓત્સેને જાણી શક્યા અને ઓશોનો પરિચય વ્યાસપીઠને કારણે થયાનું જણાવ્યું. આ સાથે જ બધામાં હરિ દેખનારને રાગદ્વેષ મટી જાય છે તેમ કહ્યું.
ઓશો જન્મોત્સવ પ્રસંગે જબલપુરમાં ચાલતી રામકથામાં સત્સંગ, સંકીર્તન અને ભાવનૃત્યનો દિવ્ય સમાગમ થયો છે. આજની પાંચમાં દિવસની કથામાં ધૂન તેમજ ગુજરાતી કાઠિયાવાડી તાલ સાથે દુહા, છંદ અને ગાન સાથે વ્યાસપીઠ પર શ્રી મોરારિબાપુ અને ઓશો સંન્યાસીઓ તથા મહાનુભાવો સાથે સૌ ભાવિકો મોજથી નાચ્યાં.
આજની કથામાં મઘ્યપ્રદેશના મંત્રી શ્રી પ્રહલાસિંહ પટેલે ક્થા લાભ લીધો અને પ્રારંભે તેઓની પ્રસન્નતા વ્યક્ત કરી. મંત્રી શ્રીના પરિચય સંચાલનમાં શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની રહ્યાં હતા.


















Recent Comments