અમરેલી

અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ તથા પોલીસ અધિક્ષકનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, ભયજનક વ્‍યકિતને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી તથા અમરેલી સીટી પોલીસ ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્‍જના
જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે
સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના
આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓઓ અમરેલી
જિલ્‍લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-
સબંધી ગુન્‍હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને
દાદાગીરી, ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્‍થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય
ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્‍ત પગલા લઇ
ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થા સુદઢ બને, તે
માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન
આપેલ હોય, જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે. પો.ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલા નાઓએ શરીર
સબંધી ગુનાઓ કરવાની ટેવવાળા ભયજનક ઇસમ વિકી ભનુભાઇ વારવડીયા, ઉ.વ.૨૦,
રહે. અમરેલી, હનુમાનપરા રોડ, ગુણાતીતનગર, તા.જિ.અમરેલી વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠાં
કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા
મેજિસ્‍ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ
લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ સાહેબનાઓએ
ઉપરોકત ઇસમ વિરૂધ્‍ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય
ખરાત સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી

વી.એમ.કોલાદરા તથા એલ.સી.બી. ટીમ દ્વારા વિકી ભનુભાઇ વારવડીયાને પાસા વોરંટની
બજવણી કરી, પાલરા સ્પેશ્યલ જેલ, કચ્છ – ભુજ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ
છે.
 પાસા અટકાયતીનો ગુનાહિત ઇતિહાસઃ-

વિકી ભનુભાઇ વારવડીયા, રહે.અમરેલીવાળા વિરૂધ્‍ધમાં નીચે મુજબના

ગુન્હાઓ રજી. થયેલ છે.
(૧) અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૫૦૯૯૪/૨૦૨૫ બી.એન.એસ.
કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨),૧૯૧(૩), ૧૨૫, ૩૫૨,
૩૫૧(૩), ૩(૫), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૨) અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૫૦૩૮૨/૨૦૨૫ બી.એન.એસ.
કલમ ૭૪, ૭૪(૨), ૧૩૭(૨), ૩૫૧(૨) તથા પોકસો એકટ કલમ ૮, ૧૨, ૧૮ મુજબ.
(૩) અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૪૦૩૪૦/૨૦૨૪ આઇ.પી.સી.
કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૪૧, ૧૧૪ મુજબ.
આમ, ગુનાઓ આચરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે

કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના
અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા
અમરેલી સીટી પો.સ્ટે. પો.ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલા તથા અમરેલી એલ.સી.બી.ના પો.કોન્સ.
રમેશભાઇ સીસારા તથા વુ.પો.કોન્‍સ. ધ્રુવિનાબેન સુરાણી, રીનાબેન ધોળકીયા તથા
અમરેલી સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ. પ્રકાશભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. સોયેબભાઇ
જુણેજા, વૈભવકુમાર વઢેળ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts