વિશ્વ લેવલે ક્લાઇમેન્ટ ચેન્જ ની અસર ઘટાડવાના પગલાંના ભાગ રૂપે અમરેલી નગરપાલિકા દ્વારા મિશન લાઈફ મારફત અમરેલી નગરપાલિકા કચેરી ખાતે આપણી જીવનશૈલી ની પરંપરા મુજબ પોષણયુક્ત ખોરાક વિશે શહેરીજનોમાં જાગૃતિઅર્થે પ્રચાર પ્રસાર ની કામગીરી કરવામાં આવેલ હતી.
આ કાર્યક્રમ મેં. કલેક્ટર સાહેબ, એસ.પી.દૂદખિયા સાહેબ- નોડલ અધિકારી તેમજ અમરેલી નગર પાલિકાના ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ ના નેજા હેઠળ એન.યુ.એલ.એમ યોજનાના ગુજરાત સ્વ સહાય જૂથના ગાયત્રીબેન તુષારભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જગદીશભાઈ વર્ણાગર દ્વારા મિલેટ કુકિંગ જેમાં જવ, બાજરો, જુવાર જેવા પરંપરાગત તેમજ પોષણ યુક્ત ખોરાક વિશે શહેરીજનોને સમજ આપવામાં આવેલ હતી.
આજના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી બીપીનભાઇ લીંબાણી સદસ્ય ચિરાગભાઈ ત્રિવેદી, હરેશભાઈ ચાવડા, પ્રવિણભાઇ બારૈયા, એન.યુ.એલ.એમ અને એસ.બી.એમ તેમજ નગરપાલિકા કર્મચારીગણ ઉપસ્થિત રહેલા હતા.


















Recent Comments