અમરેલી જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ અમરેલી જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.
બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત થાય તે માટે જરૂરી કાયદાઓનો અમલ સતત અને નિયમિત રીતે કરવા માટે તેના માટે જિલ્લા કલેક્ટરશ્રીએ દિશાનિર્દેશ આપ્યા હતા. જિલ્લાના વિવિધ માર્ગો પર માર્ગ સલામતીને લગતી કામગીરી નિયમિત રીતે કરવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું
માર્ગ સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરૂરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ, રેડિયમ, માર્કિંગ પટ્ટા, બેરિયર લગાવવાની કામગીરીને નિયમિત રીતે થાય તે માટે કલેક્ટરશ્રીએ જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. તેમણે માર્ગ અકસ્માતમાં થતા ફેટલની સંખ્યા કેવી રીતે ઘટાડી શકાય તેના માટે યોગ્ય અમલવારી કરવા માટે સંલગ્ન વિભાગોને જરુરી સૂચના આપી હતી.
નવેમ્બર-૨૦૨૫ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ, ઇન્ટરસેપ્ટર વાન, એ.આર.ટી.ઓ દ્વારા ટ્રાફીક લગત વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં હેલ્મેટ, સીટ બેલ્ટ, રીફ્લેક્ટર, પી.યુ.સી, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહન, હાઇબીમ લાઇટ, સહિતની બાબતોને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત દંડ પણ કરવામાં આવ્યો હતો.વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ, અતિશય ઝડપે વાહન ચલાવવું વગેરે બાબતોને લઈને જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમો પણ સમયાંતરે યોજવામાં આવી રહ્યા છે.
માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી શ્રી પઢિયારે પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં, એ.એસ.પીશ્રી ધારી, જયવીર ગઢવી, અમરેલી-કુંકાવાવના પ્રાંત અધિકારીશ્રી નાકિયા, લાઠી બાબરા-પ્રાંત અધિકારીશ્રી બ્રહ્મભટ્ટ, બગસરા પ્રાંત અધિકારીશ્રી નંદા, ધારી પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, રાજ્ય અને પંચાયત માર્ગ અને મકાન, આરોગ્ય સહિત વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments