અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજ ખાતે કોમોડિટી માર્કેટ પર સેમિનાર યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ,સાવરકુંડલા દ્વારા આજરોજ તારીખ ૧૫ ડીસે-‘૨૫ સોમવારે કોમર્સ તેમજ આર્ટસના વિદ્યાર્થીઓ માટે ‘કોમોડિટી માર્કેટ’ પર એક ખૂબ જ રસપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઈન્ડિયાના ટ્રેનિંગ વિભાગના મેનેજર અને જાણીતા કોલમીસ્ટ “શ્રી નૈમિષભાઈ ત્રિવેદી” હાજર રહ્યા હતા.   નૈમિષભાઇ ત્રિવેદીએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનની મદદથી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અને તેમાં કઈ રીતે વ્યાપાર કરવો, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરે વિશે વિસ્તૃત છણાવટ કરી હતી અને કોલેજના વિદ્યાર્થીઓને માહિતીસભર માર્ગદર્શન પૂરું પાડ્યું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના  જીગ્નેશભાઈ મહેતાએ ટેકનિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન પ્રો. ડો. કલ્પેશ રાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Posts