ઉત્તર ગુજરાતની સફળતા બાદ હવે “જન આક્રોશ યાત્રા” – પરિવર્તનનો શંખનાદ ના બીજા ચરણની શરૂઆત, મધ્ય ગુજરાતમાં પૂ. ભાથીજી મહારાજના ફાગવેલ ધામથી તા. ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ થી કરવામાં આવશે. યાત્રા ૬ જાન્યુઆરીએ દાહોદ ખાતે કંબોઈ ધામમાં પૂર્ણ થશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા તથા વિધાનસભા કોંગ્રેસ
પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી દ્વારા બીજા ચરણની “જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ”ની જાહેરાત
• મધ્ય ગુજરાતમાં મનરેગા-નલ સે જલ નો ભ્રષ્ટાચાર, ખેડૂતો-પશુપાલકોના પ્રશ્નો, બેરોજગારી, જળ જંગલ જમીનના પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો-સિંચાઈના પ્રશ્નો સહિતના મુદ્દાઓ યાત્રા દરમ્યાન ઉઠાવીશું : શ્રી અમિતભાઈ ચાવડા
• જન આક્રોશ યાત્રાના ઉત્તર ગુજરાતમાં યોજાયેલા પ્રથમ ચરણને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ અને વ્યાપક જનસમર્થન મળ્યું : શ્રી અમિતભાઈ ચાવડા
• યાત્રા દરમિયાન જનતાએ ત્રણ દાયકાના ભાજપ શાસનમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, ભેદભાવ અને અન્યાય સામે ખુલીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો : શ્રી અમિતભાઈ ચાવડા
• મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં, ત્રણ મહાનગરપાલિકામાં, અંદાજે 55 તાલુકા અને 37 નગરપાલિકા વિસ્તારોમાં યાત્રા 1400 કિ.મી. ભ્રમણ કરીને મધ્ય ગુજરાતના લોકોના પ્રશ્નો અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવશે : શ્રી અમિતભાઈ ચાવડા
• જન આક્રોશ યાત્રા એ જનતાનો અવાજ છે અને આવનારા સમયમાં આ અવાજને વધુ મજબૂતીથી સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવશે : શ્રી અમિતભાઈ ચાવડા
• ઉત્તર ગુજરાતની યાત્રા બાદ છોટા ઉદેપુરના કવાટ ખાતે યોજાયેલી જન આક્રોશ રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જે દર્શાવે છે કે હવે જનતા ડર અને ભયના માહોલમાંથી બહાર આવી રહી છે : ડૉ. તુષારભાઈ ચૌધરી
• રાજ્યમાં રસ્તાઓની હાલત, તૂટતા બ્રિજોની ઘટનાઓ – મોરબી, પાલનપુર, આણંદ સહિતની દુર્ઘટનાઓ – સ્પષ્ટ કરે છે કે માર્ગ અને મકાન વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. : ડૉ. તુષારભાઈ ચૌધરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, જન આક્રોશ યાત્રાના ઉત્તર ગુજરાતમાં યોજાયેલા પ્રથમ ચરણને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ અને વ્યાપક જનસમર્થન મળ્યું છે. આ યાત્રા દરમિયાન જનતાએ ત્રણ દાયકાના ભાજપ શાસનમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, ભેદભાવ અને અન્યાય સામે ખુલીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. જનતાના પ્રશ્નો, પીડા અને અવાજને વાંચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી.
શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે 21 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓમાં યોજાયેલા પ્રથમ ચરણ દરમિયાન લગભગ 1300 કિ.મી.નું ભ્રમણ થયું. આ યાત્રા દરમિયાન ખેડૂતો, મહિલાઓ, બેરોજગાર યુવાનો, નાના વેપારીઓ, ખેત મજૂરો, કામદારો અને સમાજના તમામ વર્ગો સાથે સીધો સંવાદ થયો. સરકારના વિકાસના દાવાઓની પાછળની વાસ્તવિકતા જનતા સામે આવી – ખખડધજ રસ્તાઓ, પીવાના પાણીની અછત, સિંચાઈની સુવિધાનો અભાવ, રોજગારના અવસરનો અભાવ, જળ-જંગલ-જમીનના અધિકારો, જાતિના દાખલાના પ્રશ્નો અને દારૂ-ડ્રગ્સની બેફામ બદી સામે જનતા સરકાર સામે સ્વયંભુ અવાજ ઉઠાવતી થઈ ગઈ છે.
યાત્રા દરમિયાન કોંગ્રેસે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા, ખોટી જમીન માપણી રદ કરવા, ખાતર-બિયારણની તંગી દૂર કરવા, દારૂ અને ડ્રગ્સના ધંધાને સંપૂર્ણપણે નાબૂદ કરવા, યુવાનોને નિયમિત ભરતી દ્વારા રોજગાર આપવા જેવા મુદ્દાઓ બુલંદ અવાજે રજૂ કર્યા. સરકારમાં લાખોની સંખ્યામાં ખાલી પડેલા પદો હોવા છતાં ભરતી ન થવી અને ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ દ્વારા યુવાનોના શોષણ સામે જનતાનો ભારે આક્રોશ જોવા મળ્યો.
શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની સફળતા બાદ હવે જન આક્રોશ યાત્રાના બીજા ચરણની શરૂઆત 20 ડિસેમ્બર 2025 થી મધ્ય ગુજરાતમાં કરવામાં આવશે. આ યાત્રા પૂ. ભાથીજી મહારાજના ફાગવેલ ધામથી શરૂ થઈ 6 જાન્યુઆરીએ દાહોદ ખાતે કંબોઈ ધામમાં પૂર્ણ થશે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ એમ સાત જિલ્લાઓમાં, ત્રણ મહાનગરપાલિકામાં, અંદાજે 55 તાલુકા અને 37 નગરપાલિકા વિસ્તારોમાં યાત્રા ભ્રમણ કરશે. આશરે 1400 કિ.મી.નું ભ્રમણ કરીને મધ્ય ગુજરાતના લોકોના પ્રશ્નો અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવશે.
મધ્ય ગુજરાતમાં આદિવાસી સમાજના પ્રશ્નો, મનરેગામાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર, નલ સે જલ યોજનાની અનિયમિતતાઓ, અમૂલ પેટર્ન સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોના પ્રશ્નો, પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર, વડોદરા શહેરમાં દર વર્ષે આવતી પૂર સમસ્યા અને કરમસદ સહિત અનેક વિસ્તારોમાં સ્થાનિક પ્રશ્નોને યાત્રા દરમિયાન પ્રાથમિકતા આપવામાં આવશે.
આક્રોશ યાત્રા કોઈ ચૂંટણી યાત્રા નથી, પરંતુ પ્રજાના હક-અધિકાર માટેની લડાઈ છે. સરકાર ટેક્સ તો લે છે, પરંતુ પ્રજાનો અવાજ સાંભળતી નથી. આથી જનતાના આક્રોશને બુલંદ અવાજ આપવા માટે તમામ વર્ગોના લોકોને આ યાત્રામાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું. જન આક્રોશ યાત્રા એ જનતાનો અવાજ છે અને આવનારા સમયમાં આ અવાજને વધુ મજબૂતીથી સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવશે.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતની યાત્રા બાદ છોટા ઉદેપુરના કવાટ ખાતે યોજાયેલી જન આક્રોશ રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જે દર્શાવે છે કે હવે જનતા ડર અને ભયના માહોલમાંથી બહાર આવી રહી છે. રાજ્યમાં રસ્તાઓની હાલત, તૂટતા બ્રિજોની ઘટનાઓ – મોરબી, પાલનપુર, આણંદ સહિતની દુર્ઘટનાઓ – સ્પષ્ટ કરે છે કે માર્ગ અને મકાન વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
ડૉ. તુષારભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા એવી છે કે હવે સત્તાધારી પક્ષના ધારાસભ્યો પણ સરકાર અને અધિકારીઓ સામે ફરિયાદો કરી રહ્યા છે. જો શાસક પક્ષના ધારાસભ્યોનું અવાજ ન સાંભળવામાં આવતું હોય તો સામાન્ય જનતાની હાલત શું હશે, એ કલ્પી શકાય છે. આ જ કારણોસર ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો અને મધ્ય ગુજરાતમાં તેનાથી પણ વધુ જનસમર્થન મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત આ પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. હિરેન બેંકર, ડૉ. અમિત નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.
જનઆક્રોશ યાત્રાનો હેતુ: ગુજરાતની જનતાના પ્રશ્નો, સમસ્યાઓ, સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અને ભેદભાવને વાંચા આપવા માટે ‘જનતાનો કૉલ’ અને ‘જનતાનો અવાજ’ તરીકે જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી.
ઉત્તર ગુજરાત યાત્રા (પ્રથમ ચરણ): મધ્ય ગુજરાત યાત્રા (બીજું ચરણ):
શરૂઆત: 21 નવેમ્બર 2025, ધરણીધર મંદિર, ઢીમા, થરાદ થી
શરૂઆત: 20 ડિસેમ્બર 2025 ભાથીજી મહારાજના ફાગવેલ ધામથી.
સમાપન: 3 ડિસેમ્બર 2025, બેચરાજી ખાતે. સમાપન: 6 જાન્યુઆરી, દાહોદ ખાતે કંબોઈ ધામમાં.
ભ્રમણ: 7 જિલ્લાઓ, કુલ 1300 કિમી.
ગુજરાત કોંગ્રેસની યાત્રા ઉતર ગુજરાતનાં 7 જિલ્લાઓમાં 40 જાહેર સભાઓ, 150 જેટલા સ્થાનિક સંસ્થાઓ અને લોકો દ્વારા સ્વાગત પોઇન્ટ અને 1300 કિલોમીટરની રાહ કાપી જનઆક્રોશ યાત્રા લાખો લોકોને સ્પર્શી.
ભ્રમણ: મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં (ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ), 3 મહાનગરપાલિકા વિસ્તારમાં, 55 તાલુકામાં અને 37 જેટલી નગરપાલિકા વિસ્તારમાંથી.
કુલ અંતર: લગભગ 1400 કિમી.
મુખ્ય મુદ્દાઓ: ખેડૂતો, મહિલાઓ, બેરોજગાર યુવાનો, નાના વેપારીઓ, ખેત મજૂરો, અને કામદારો સહિત તમામ વર્ગના લોકો સાથે સંવાદ થયો. લોકોએ રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, રોજગાર, જમીનના અધિકાર, અને દારૂની રેલમછેલ જેવા પ્રશ્નો રજૂ કર્યા.
મુખ્ય મુદ્દાઓ: પશુપાલકોના પ્રશ્નો, ડેરીનો ભ્રષ્ટાચાર, આદિવાસી સમાજને અન્યાય, મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર, દૂધ ઉત્પાદકોના પ્રશ્નો, પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાઓ, અને મહાનગરપાલિકા વિસ્તારોમાં ભ્રષ્ટાચારના પ્રશ્નોને ઉજાગર કરાશે.
યાત્રાની સફળતા: લોકો ભાજપ સરકાર દ્વારા ઊભા કરાયેલા ‘ડર અને ભય’ના માહોલમાંથી બહાર નીકળીને ખૂલીને બોલતા થયા. સંકલ્પ: ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા, ખોટી જમીન માપણી રદ કરાવવી, દારૂ અને ડ્રગ્સની બદીને ખતમ કરવી, બેરોજગાર યુવાનોના શોષણ સામે અવાજ ઉઠાવવો.





















Recent Comments