//સાહિત્ય અને સામાજિક 21 સંસ્થાઓ દ્વારા સન્માન//
અમરેલી જીલ્લા ના ચિત્તલ ના પનોતા પુત્ર સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર સ્વ.બાલકૃષ્ણ દવે ની સ્મૃતિ મા વિદ્યાભારતી ટ્રસ્ટ પ્રેરિત, બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા આયોજીત સાહિત્ય નો શ્રેષ્ઠ એવોર્ડ ‘બાલકૃષ્ણ દવે એવોર્ડ- 2025 ‘ આગામી તા.21/12/25 , ને રવિવાર ના સાંજે 3.30 થી 5.00 શ્રી સરસ્વતી વિધ્યા મંદિર ચિત્તલ પરીસર મા રાજુલા ના શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’ ને અપાશે. અમેરીકા સ્થિત ડો. રાજેશભાઈ પટેલ અને ડો. ઉષાબેન પટેલની ઉપસ્થિતિ મા યોજાશે.કાર્યક્રમ નુ ઉદ્ઘાટન ગુજરાત સરકાર ના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કૌશિકભાઇ વેકરીયા તથા સાહિત્ય સેતુ અમરેલી ના મહેન્દ્રભાઈ જોષી ના હસ્તે થશે.આશિર્વચન પ.પુ. સંતશ્રી રતીદાદા – ચલાલા તથા ભક્તિરામ બાપુ- માનવ મંદિર સાવરકુંડલા આપશે.કાર્યક્રમ નુ સંચાલન ધ્રુવ મહેતા દ્વારા કરવામા આવશે.એવોર્ડ મેળવનાર શ્રી શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’ જાફરાબાદ તાલુકા ના હેમાળ ગામના વતની અને રાજુલા શહેર ખાતે સૌરભ સાહિત્ય સંસ્થાન દ્વારા નવોદિત સાહિત્ય સર્જકો કવિઓ, લેખકો તેમજ ભજન આરાધકો લોકસાહિત્યકારો, લોક ગાયકો ને સ્ટેજ આપવાનું કાર્ય કરી રહેલ છે.સનાતન ધર્મ ના ભુલાયેલા મુલ્યો અને પુણ્યો ને આમ માનવ મા ફરી પ્રસ્થાપિત કરવા પ્રયત્નશીલ છે.આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન મા સુરેશભાઈ પાથર- ઉપપ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી, અશ્ર્વિનભાઈ સાવલીયા- ચેરમેન અમર ડેરી અમરેલી, મનુભાઈ દેસાઈ- અધ્યક્ષ ખોડલધામ સમાધાન પંચ,વિજયભાઈ દેસાઈ- જીલ્લા પ્રમુખ વિ.હી.પ. અમરેલી, જયસુખભાઈ દેસાઈ – મહાદેવ કોટેક્ષ ચીતલ,કાળુભાઈ ધામી- અગ્રણી -ઉદ્યોગપતિ ચિત્તલ,લાલભાઈ દેસાઈ- દેસાઈ કોટેક્ષ ચિત્તલ, મોટાભાઈ સંવટ- મેને. જીવરાજ મહેતા ટ્રસ્ટ અમરેલી, સુખદેવસિહજી સરવૈયા- પ્રમુખ વેપારી મંડળ ચિત્તલ, કૌશિકભાઇ દવે- લોકસાહિત્યકાર ચિત્તલ, પરેશભાઈ મહેતા- ચંદ્રમૌલી ચિત્તલ, મનુભાઈ ચૌહાણ- ભજન આરાધક વિરનગર, નિમંત્રક તરીકે ઈતેષભાઈ કે મહેતા પ્રમુખશ્રી બાલકૃષ્ણ સાહિત્ય સભા ચિતલ, ,કનુભાઈ લીંબાચીયા કવિશ્રી ‘કનવર’- અધ્યક્ષશ્રી,હસુભાઈ મહેતા મંત્રીશ્રી, સંયોજક બિપીનભાઈ દવે એ આમંત્રણ પાઠવ્યા છે.સ્થાનીક કમિટિ ના અશોકભાઈ નિર્મળ, વાલ્મિકભાઈ દવે,રાજેશ્ર્વરીબેન રાજ્યગુરુ જે. બી. દેસાઈ,ડો. પ્રકાશભાઇ દેવમુરારી, મનસુખભાઈ નાડોદા, સુરેશભાઈ તળાવિયા, હિરેનભાઈ ચાવડા. કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.


















Recent Comments