ભાવનગર પૂજ્ય મોરારીબાપુ દ્વારા તાલીમ ભવનનું ઉદ્ઘાટન શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં વર્ષ 1954 થી ચાલતી બાળ કેળવણી તેમજ શિક્ષક તાલીમ કાર્યક્રમોના વિકાસ માટે પરીખ ફાઉન્ડેશનના વિશેષ સહકારથી તાલીમ કેન્દ્રનું નિર્માણ થયું છે.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વિદ્યાર્થી અને ભાવનગર રાજ્યના સ્કોલર તરીકે જર્મનીમાં અભ્યાસ પછી પોતાની વયના 96 વર્ષ સુધી બાળકેળવણીનું કાર્ય કરનાર સ્વાતંત્ર્ય સેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટની સ્મૃતિમાં જ્યાં 1954 થી લાખો બાળકોએ બાળકેળવણી મેળવી છે તેમજ 83 માં શિક્ષક તાલીમ વર્ગ થકી 412 બાળ શિક્ષકો તૈયાર કરનાર ભૂમિ ઉપર શ્રી ડો. વિક્રમભાઈ મહેતાના વિશેષ સહયોગથી તૈયાર થયેલ તાલીમ ભવનમાં સ્કીલ તાલીમનું કાર્ય થશે.
પૂજ્ય માનભાઈ તથા પ્રેમશંકરભાઈ ભટ્ટ પરિવારના આર્થિક સહકાર સાથે શિશુવિહાર પરિસરમાં વિકસેલ તાલીમ કેન્દ્ર થકી ભાવનગર ની નવી પેઢીમાં સ્કિલ ટ્રેઇનિંગ વિકસાવવાનું વિશેષ રીતે અનુકૂળ થશે.


















Recent Comments