ગુજરાત

રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં સાંદીપનિ પાઠશાળા પ્રથમ ક્રમાંકે વિજેતા બની

૪મી અખિલ રાજ્ય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ સળંગ છઠ્ઠી વખત વિજય વૈજયંતી ટ્રોફી મેળવીને કીર્તિમાન વિજયપોતાના નામે કર્યો

પોરબંદર ખાતે આવેલી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી અને ગુરૂજનોના માર્ગદર્શનમાં દર વર્ષની જેમ આ વર્ષે ૩૪મી રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીયસ્પર્ધા અંતર્ગત વિવિધ વિષયોની શાસ્ત્રીય સ્પર્ધામાં ઋષિકુમારોએ સર્વોત્તમ પ્રદર્શન કરતા સળંગ છઠ્ઠી વખત વિજય વૈજયંતી ટ્રોફી મેળવીને એક નવો જ કીર્તિમાન વિજય સ્થાપિત કર્યો.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને શાળાઓની કચેરી દ્વારા પ્રેરિત અને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, અમદાવાદ દ્વારા આયોજિત અને શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના યજમાન પદે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ વેદો અને શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર થાય તેમજ સંસ્કૃતશાસ્ત્રો પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ ઉત્તરોત્તર વધતી રહે એ હેતુથી પ્રતિ વર્ષ અનુસાર આ વર્ષે અંબાજી ખાતે ૩૪મી રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન તા.૧૪/૧૨/૨૫ થી તા.૧૭/૧૨/૨૫ દરમ્યાન થયેલ હતું. આ રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં વિભિન્ન શાસ્ત્રોના વિષયોની (સંભાષણ, શલાકા, કંઠપાઠ વગેરે) ૩૮ જેટલી સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં ગુજરાતની દરેક સંસ્કૃત પાઠશાળાના ૬૨૧ જેટલા ઋષિકુમારોએ વિવિધ શાસ્ત્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતની તમામ શાસ્ત્રીય સ્પર્ધાઓ સંભાષણ સ્પર્ધા, શલાકા સ્પર્ધા, અક્ષર શ્લોકી સ્પર્ધા, વિવિધ ગ્રંથોના કંઠપાઠ, શાસ્ત્રાર્થ અને શ્લોકપૂર્તિ જેવી દરેક સ્પર્ધાઓમાં ભાગ લઈને કુલ ૧૪ સુવર્ણચંદ્રક, ૧૨ રજતચંદ્રક અને 3 કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાના નિયમ પ્રમાણે ઋષિકુમારોને પ્રાપ્ત થયેલા મેડલ અનુસાર ગુજરાતની તમામ પાઠશાળાઓમાંથી જેના સૌથી વધુ અંક થાય તે પાઠશાળાને વિજય વૈજયંતી ટ્રોફી આપવામાં આવે છે. આ વર્ષે સાંદીપનિની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સૌથી વધુ ૬૯ અંક પ્રાપ્ત થયા હોવાથી વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી. અત્રે ગૌરવની વાત છે કે સળંગ છઠ્ઠી વખત સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી છે.

આ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરની સાંદીપનિ શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી બિપીનભાઈ જોશી અને સર્વ ગુરુજનો માર્ગદર્શનથી ઋષિકુમારોએ બધી જ સ્પર્ધાઓમાં ખુબજ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત મેળવનારને સુવર્ણચંદ્રક, દ્વિતિય ક્રમાંકને રજતચંદ્રક અને તૃતીય ને કાંસ્યચંદ્રક અર્પણ કરવામાં આવેલ હતું. જેમાં તેરૈયા પાર્થ સમસ્યાપૂર્તિ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, માઢક હર્ષ વ્યાકરણ શલાકા સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, પુરોહિત ઓમ વ્યાકરણ સંભાષણ – સુવર્ણચંદ્રક, રાજ્યગુરુ પ્રહ્લાદ, સાંખ્યયોગ સંભાષણ -સુવર્ણચંદ્રક, જોશી રાજ, વેદભાષ્ય સંભાષણ – સુવર્ણચંદ્રક, જોશી રક્ષિત, કાવ્ય શ્લાકા – સુવર્ણચંદ્રક, મહેતા મીત અર્થશાસ્ત્ર શલાકા- સુવર્ણ ચંદ્રક, જોષી પ્રમોદ, ભારતીયવિજ્ઞાન સંભાષણ, સુવર્ણ ચંદ્રક, ચરકસંહિતા કંઠપાઠ, દવે રુદ્ર, સુવર્ણચંદ્રક, બોરીસાગર વિવેક, ધર્મશાસ્ત્ર સંભાષણ, સુવર્ણચંદ્રક, ભટ્ટ વત્સલ, વેદાંત શલાકા -સુવર્ણચંદ્રક, જૈનબૌદ્ધદર્શન સંભાષણ, જોશી પુનીત, સુવર્ણચંદ્રક, તેરૈયા પાર્થ અને દવે તુષાર, શાસ્ત્રીય સ્ફૂર્તિ સ્પર્ધા, સુવર્ણચંદ્રક – વેગડા અનિરુદ્ધ અને મહેતા કાર્તિક, શાસ્ત્રાર્થ વિચાર, રજતચંદ્રક, આચાર્ય પાર્થ, સાહિત્ય શલાકા રજતચંદ્રક, તેરૈયા સંજય, મીમાંસા શલાકા – રજતચંદ્રક, અસવાર મિતેશ, સાહિત્ય સંભાષણ- રજતચંદ્રક, , તેરૈયા ઓમ, ન્યાયશલાકા – રજતચંદ્રક, રવિયા હાર્દિક, પુરાણેતિહાસ શલાકા -રજતચંદ્રક, દવે પાર્થ, ભારતીયગણિત શલાકા-રજતચંદ્રક, પુરોહિત ઓમ, સમસ્યાપૂર્તિ -રજતચંદ્રક, જોષી તીર્થ, ભગવદ્ ગીતા કંઠપાઠ, – રજતચંદ્રક, ત્રિવેદી ખુશાલ, કાવ્યકંઠપાઠ- રજતચંદ્રક, તેરૈયા પ્રીતેશ, અમરકોશકંઠ પાઠ – રજતચંદ્રક, તેરૈયા દર્શન, વેદાંત સંભાષણ- કાંસ્ય ચંદ્રક, તેરૈયા મયુર, દર્શનસૂત્ર કંઠપાઠ- કાંસ્ય ચંદ્રક, જોશી રૂદ્રેશ, મીમાંસા સંભાષણ- કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. આ રીતે કુલ ૧૪ સુવર્ણચંદ્રક, ૧૨ રજતચંદ્રક અને 3 કાંસ્યચંદ્રક મેળવી સૌથી વધુ ૬૯ ગુણ પ્રાપ્ત કરતા અખિલ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક ઉપર રહીને મુખ્ય પુરસ્કાર વિજય વૈજયંતી શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલએ મેળવ્યો હતો

શ્રીપૂજ્ય ભાઈશ્રીએ અભિનંદન સહ આશીર્વચન પાઠવ્યા

શાસ્ત્રીય સ્પર્ધાના સમાપન બાદ પાઠશાળાના ગુરુજનો એવં સ્પર્ધામાં ભાગ લેનાર સૌ ઋષિકુમારો વિજય વૈજયંતી ટ્રોફી લઈને સંતરામમંદિર, ઉમરેઠ મુકામે પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી ચાલી રહેલી શ્રીમદ્ ભાગવતકથામાં પહોચ્યા હતા. શ્રીમદ્ ભાગવત કથાના પાંચમાં દિવસના વિરામ સમયે સૌ ગુરુજનો અને ઋષિકુમારોએ પૂજ્ય ભાઈશ્રીને વિજય વૈજયન્તી ટ્રોફી અર્પણ કરીને આશીર્વાદ લીધા હતા. પૂજ્ય ભાઈશ્રીએ ગૌરવ સાથે પ્રસન્નતા વ્યક્ત કરીને સૌને અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા.

Related Posts