ભાવનગર

ભાવનગર શહેરમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન – ‘યંગ ઈન્ડિયા’ કેસમાં ઈડીની કાર્યવાહી સામે “સત્યમેવજયતે” નો નાદ

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેની ગેરકાયદેસર કાર્યવાહી સામે શહેર ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસનો પ્રતિકાર

આટલાં મોટા પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ કોંગ્રેસ ના અમુક કાર્યકરો ભાજપ કાર્યાલય સુધી પોંચવામાં સફળ રહયા..

ભાવનગર : મોદી સરકારના મલિન ઈરાદા અને કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ સામે છેલ્લા એક દાયકાથી ચાલી રહેલી રાજકીય બદઈરાદાયુક્ત કારણે કાર્યવાહીનો પર્દાફાશ થતાં કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે નામદાર અદાલત દ્વારા ‘યંગ ઈન્ડિયા’ કેસમાં કોંગ્રેસના નેતૃત્વ શ્રીમતી સોનિયા ગાંધી અને શ્રી રાહુલ ગાંધી સામે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને બદઈરાદાપૂર્વક હોવાનું સ્પષ્ટ કરતાં, ઈડીને આ કેસમાં કોઈ અધિકારક્ષેત્ર નથી તેમજ કોઈ એફઆઈઆર પણ નોંધાયેલી નથી એવું અવલોકન કરવામાં આવ્યું છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવારના રોજ બપોરે ૧૨:૧૫ કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલયના વડા મથકે “સત્યમેવ જયતે” ના નારા સાથે વિરોધ પ્રદર્શનનું કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર તથા જિલ્લાના કોંગ્રેસના તમામ હોદેદારો, કાર્યકરો, મહિલા કોંગ્રેસ, સેવાદળ, યુવા કોંગ્રેસ, એનએસયુઆઈ તેમજ વિવિધ સેલ અને વિભાગોના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેલ
 શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ (લાલભા)તથા ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના આગેવાનો, કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા…

Related Posts