અમરેલી

પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં. બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત POCSO એક્ટ અંગે દિકરીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દામનગર બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત નવજ્યોત વિદ્યાલય, દામનગર ખાતે POCSO એક્ટ અંગે દિકરીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

મહિલા અને બાળ વિકાસ વિભાગ – અમરેલી કચેરીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત તા.૧૮/૧૨/૨૫ ના રોજ નવજ્યોત વિદ્યાલય દામનગર , તાલુકો – લાઠી , જિલ્લો – અમરેલી ખાતે દિકરીઓ માટે POCSO એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેશ કણઝરીયા સાહેબ મુખ્ય ઉપસ્થિત તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નરોલા રહ્યા હતા. તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ, શાળાના પ્રિન્સિપાલ વિપુલભાઈ વોરા અને સંચાલક  બટુકભાઈ શિયાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન દિકરીઓને POCSO એક્ટ (Protection of Children from Sexual Offences Act) અંતર્ગત બાળ સુરક્ષા, બાળ અધિકારો, સારા તથા ખરાબ સ્પર્શની ઓળખ, યૌન શોષણથી બચાવ, કાયદાકીય જોગવાઈઓ તથા ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિકરીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે અસુરક્ષિત પરિસ્થિતિમાં નિર્ભય બની પોતાની વાત રજૂ કરવા, વિશ્વસનીય વ્યક્તિ અથવા સરકારી સંસ્થાને તાત્કાલિક જાણ કરવા તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે દિકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શાળા પરિવાર, શિક્ષકો, સંચાલકો તથા દિકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય દિકરીઓને સુરક્ષિત, સશક્ત અને જાગૃત બનાવવાનો રહ્યો.

Related Posts