ભદ્રાવળ–૩ ખાતે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારનો એન.એસ.એસ. વાર્ષિક શિબિર તા 19/12/25/થી 25/12/25/ સુધી યોજેલ છે જેમાં તા 20/12/25/ ના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયકવાતાવરણમાં યોજાયો. ”યુવાનોનો દેશ; સરદારનો વેશ” આ વિષયને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ શિબિરનો પ્રારંભ ઢોલ-નગારા સાથે ભવ્ય પ્રવેશ અને પુસ્તક અર્પણ સાથેની વિશેષ રજૂઆતથી કરવામાં આવ્યો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભાવનાબેન પાઠક (માયધાર લોકવિદ્યાલય સંચાલક), તેમજ નિયામક શ્રી પાતુભાઈ આહિર, અગ્રણી શ્રી સુરેશભાઈ હુંબલ તેમજ વિશેષ આમંત્રિત શ્રી સંજયદાસ રામકબીર. (કથાકાર),ગામના યુવાનો અને વડીલો પ્રા શાળાના આચાર્ય શ્રી હરગોવિંદભાઈ પીગળી પ્રા શાળાના આચાર્ય શ્રી રાયમલભાઈ ડાંગર એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર કંચનબેન થડોદા, ગ્રામ્ય આચાર્ય સંઘના પ્રમુખ ગોવિંદભાઈ બતાડા, શાળાના આચાર્ય ડાહ્યાભાઈ ડાંગર તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો. મહેમાનોએ સરદાર પટેલના જીવનમૂલ્યો, રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અને સામાજિક જવાબદારી અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમ દરમિયાન એન.એસ.એસ. સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ પરેડ, સાંસ્કૃતિક રજૂઆતો અને દેશભક્તિથી ભરપૂર અભિવ્યક્તિઓ દ્વારા ઉપસ્થિતોને ભાવવિભોર કર્યા. આ શિબિર દ્વારા ગામમાં સ્વચ્છતા, સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.આ શિબિર દરમ્યાન ગામના તમામ નાગરિકોનો ખુબજ સાથ અને સહકાર મળી રહ્યો છે.જે બદલ ટ્રસ્ટી શ્રીઓ અને નિયામક શ્રી મેહુલભાઈ ભટ તરફથી રાજીપો વ્યક્ત કરવામા આવ્યો.
ભદ્રાવળ–૩ ખાતે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારનો એન.એસ.એસ. વાર્ષિક શિબિર


















Recent Comments