અમરેલી

અમરેલી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ખાતે તા. ૫ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, લાઠી રોડ, એસ.ટી.ડિવિઝન પાછળ, સરસ્વતી સ્કૂલ સામે, અમરેલી કચેરી ખાતે તા.૦૫.૦૧.૨૦૨૬ ના રોજ સવારે ૧૦ વાગ્યે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસ કર્યો હોય તેવા સિવિલ ઈજનેર ભાગ લઈ શકશે.

ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છકુ ઉમેદવારોએ NATS/SKILL INDIA/ MSDE/MHRD પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે સિવિલ ઈજનેર અભ્યાસક્રમમાં ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ થયાના વધુમાં વધુ ૨ વર્ષ સુધીનો સમયગાળો (વર્ષ-૨૦૨૩, વર્ષ-૨૦૨૪, વર્ષ-૨૦૨૫માં પાસ થયા હોય તે ઉમેદવારોએ જ અરજી કરવી) થયો હોય તેવા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

કાર્યપાલક ઈજનેર શ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ૧ અમરેલીની કચેરી તેમજ તેના નિયંત્રણ હેઠળની પેટા વિભાગીય કચેરીઓ જેવી કે, અમરેલી, ધારી, રાજુલા, બાબરા, લીલીયા, સાવરકુંડલા માટે એપ્રેન્ટિસ તરીકે તાલીમાર્થી માટે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેમ કાર્યપાલક ઈજનેર શ્રી પી.જી.મકવાણાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts