ખેતી ને પ્રાકૃતિક બનાવવા અને જમીન ની ફળદ્રુપતા વધારવા માટે સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વાસ્થ્ય રક્ષા
અંગે તળાજા અને આસપાસ ના ખેડૂતો નું તા.23 મી ના રોજ સવારે 10 થી 2 દરમ્યાન અલંગ રેડક્રોસ હોસ્પિટલ ,
પ્લોટ ન.9,અલંગ ખાતે સંમેલન યોજાશે.
આ સંમેલન માં કૃષિ તજજ્ઞો અને પ્રાકૃતિક ખેતી માં રાજ્યભર માં જાગૃતિ અભિયાન ચલાવતા વિષય
નિષ્ણાત રોહિતભાઈ ગોટી વિશેષ હાજરી આપી ને ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી ના ફાયદા, ખેડૂતો ને ફાયદા અંગે સમજ
આપવા માં આવશે.આ સંમેલન થકી ખેતી ને પ્રાકૃતિક બનાવી ને ખૂબ મોટા જનસ્વાસ્થય રક્ષા સુધી પહોંચવા નો
પ્રયાસ કરવા માં આવનાર છે.
આ ખેડૂત સંમેલન માં વિષય નિષ્ણાત ના વક્તવ્ય, પ્રાકૃતિક ચીજ વસ્તુઓ શાકભાજી નું પ્રદર્શન કમ
વેચાણ,ખેડૂત ની આરોગ્ય તપાસ, પ્રાકૃતિક ખેતી અંગે પ્રદર્શન,અને પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહિત કરતા ખેડૂતો નું
સન્માન કરાશે.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અલંગ ખાતે ચાલતા રેડક્રોસ ના તમામ વિભાગો અને વિષય
નિષ્ણાતો આ સંમેલન માં જોડાનાર છે. આ સંમેલન ના માધ્યમથી સમાજ માં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને
તેમની ઉપજ અને આવક કેવી રીતે વધારી શકે તથા ખર્ચ ઘટાડી કેવી રીતે તંદુરસ્ત ખેતી અપનાવી શકાય તે અંગે
માર્ગદર્શન આપવા માં આવશે.
પ્રાકૃતિક ખેતી અને સ્વાસ્થ્ય જાગૃતિ અંગે રેડક્રોસ સોસાયટી દ્વારા અલંગ ખાતે તા.23 ના રોજ ખેડૂત સંમેલન યોજાશે


















Recent Comments