ભાવનગર

સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર યોજાશે બાલવાડી શિબિર

બાળ પ્રવૃત્તિના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં આગામી ગુરુવારથી સોમવાર દરમિયાન સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર બાલવાડી શિબિર યોજાશે.

લોકભારતી અધ્યાપન મંદિરમાં થયેલ આયોજન મુજબ આગામી ગુરુવારે સવારે શિક્ષણવિદ્દો શ્રી નલીનભાઈ પંડિત, શ્રી અલ્પેશભાઈ પીપળીયા અને શ્રી અરુણભાઈ દવેની ઉપસ્થિતિ સાથે શિબિર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. આ દિવસે બપોરે શ્રી ઘરશાળા અધ્યાપન મંદિર, શ્રી દક્ષિણામૂર્તિ બાળ અધ્યાપન મંદિર દ્વારા બાળ મનોરંજન કાર્યક્રમ યોજાશે.

આગામી ગુરુવારથી સોમવાર દરમિયાન સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર આ બાલવાડી શિબિર યોજાશે, જેમાં બાળ પ્રવૃત્તિના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રસ્તુતિ થશે.

આ શિબિરમાં શ્રી રમેશભાઈ પરમાર, શ્રી ભાવનાબેન પાઠક, શ્રી રાઘવજીભાઈ રમકડું, શ્રી વિરજીભાઈ બાલા, શ્રી ઈલિયાસભાઈ શેખ, શ્રી વાસુદેવભાઈ સોઢા અને શ્રી રામચંદ્રભાઈ પંચોળી વગેરે દ્વારા વિવિધ પ્રસ્તુતિ થશે.

બાલવાડી શિબિર સમાપન કાર્યક્રમ સોમવારે યોજાશે, જેમાં શ્રી ભાવનાબેન પાઠક, શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી અને શ્રી હસમુખભાઈ દેવમુરારિની ઉપસ્થિતિ રહેશે.

સમગ્ર આયોજનમાં આચાર્ય શ્રી જગદીશગિરિ ગોસાઈનાં નેતૃત્વ સાથે આ શિબિર સંયોજક શ્રી કવિતાબેન વ્યાસ અને સહસંયોજક શ્રી સંદિપભાઈ ઉંડવિયા રહ્યાં છે.

Related Posts