આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ , ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તળાજા તાલુકાના
મોટાઘાણા ગામમાં મોકલીયાળી માતાજીના મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિરનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, જીવામૃત, બીજામૃત, તેમજ પ્રાકૃતિક ખેતી
નું મહત્વ ,તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે પ્રાકૃતિક
ખેતીમાં દેશી ગાયનું મહત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને અવગત કરાવવામાં આવ્યા હતા.
તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત તત્વો તથા પાંચ મુખ્ય આયામો જીવામૃત, ઘન
જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાવેતર પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા પ્રાકૃતિક કૃષિ
દ્વારા ઉત્પાદિત ખેતપેદાશોના સ્ટોલનું પ્રદર્શન રાખવા આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત મહુવા તાલુકાના
બીટીએમ શ્રી તુષાર ગૌસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત તેનું મહત્વ અને ખેતી
અંગે વૈજ્ઞાનિક અભિગમની વિસ્તૃત જાણકારી પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા) ,ભાવનગર શ્રી જે.એન. પરમાર દ્વારા
આપવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી અરવિંદભાઈ જીંજાળા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
માસ્ટર ટ્રેનર શ્રી મહેન્દ્ર કવાડ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને બીજામૃત , જીવામૃત , ઘન જીવામૃતની
માહિતી આપી હતી. ફળ શંસોધન કેન્દ્ર મહુવાના સંશોધન વૈજ્ઞાનિક શ્રી જી.એસ વાળા દ્વારા પ્રાકૃતિક કૃષિમાં પાક
સંરક્ષણની પદ્ધતિઓ અને બજાર વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મદદનીશ ખેતી નિયામક શ્રી ડી.પી
જાદવ દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી.
તાલીમના અંતમાં ભાવનગર જિલ્લાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું
હતું. ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી ઘનશ્યામ ભાઈ કંટારિયા દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિતિ તમામનો
આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્ર્મમાં આત્મા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારીઓ હાજર રહ્યા
હતા.


















Recent Comments