પી.એમ.પોષણ યોજના હેઠળ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને બપોરનું ગુણવત્તાયુક્ત ભોજન
આપવામાં આવે છે. સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓને સુદૃઢ કરી વ્યાપ
વધારવા અનેક નવા આયોજન હાથ ધરાયેલ છે.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ અને ભારત સરકારની માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ
પી.એમ.પોષણ યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાના બાલવાટીકાથી ધોરણ ૮
સુધીના વિદ્યાર્થીઓને નિયત જથ્થાનું અને નિયત કેલરી પ્રોટીન ધરાવતું બપોરનું ભોજન આપવાનું હોય છે.
સરકારી અને ગ્રાંટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરના ભોજન ઉપરાંત શિક્ષણ કાર્ય શરૂ
થાય તે પહેલાં-પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર-બ્રેકફાસ્ટ આપવામા આવે છે.
જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર
યોજનાનો લાભ કુલ ૯૩૩ મધ્યાહન ભોજન કેન્દ્રો ઉપર સરકારી તેમજ ગ્રાંટ ઈન એઈડ પ્રાથમિક
શાળાઓમાં બાલવાટિકાથી લઈને ધોરણ ૮ સુધી બપોરનાં ગરમ ભોજન ઉપરાંત શાળાનાં રસોડામાં જ
તૈયાર કરી આપવામાં આવે છે. જેમાં નવેમ્બર-૨૫ દરમિયાન અંદાજીત ૧,૨૭,૫૨૬ લાભાર્થીઓએ લાભ
લીધેલ છે.
આમ, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ વિદ્યાર્થીઓને બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક
અલ્પાહાર શાળાના રસોડામાં તૈયાર કરીને આપવામાં આવે છે તેમજ બાળકો માટેના અલ્પાહાર માટે
સોમવારથી શનિવાર સુધીનું મેનૂ તૈયાર કરીને અલગ અલગ અલ્પાહાર આપવામાં આવે છે.





















Recent Comments