ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાનના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ ‘વિશ્વ ધ્યાન દિવસ‘ અંતર્ગત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાતમાંથી યોગ કોચ અને યોગ ટ્રેનરનો દીક્ષાંત સમારોહ તેમજ “વિશ્વ ધ્યાન દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ મેદસ્વિતા ઘટાડવા માટે આહવાન કર્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતે આહાર તેમજ દિનચર્યા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના યોગ કોચ અને યોગ ટ્રેનર બહેનો સહિત સમગ્ર રાજ્યના ૪,૫૦૦ યોગ સાધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ૧૧ યોગ કોચ-ટ્રેનરોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
સમર્પણ ધ્યાન કેન્દ્રના શિવકૃપાનંદ સ્વામીએ પણ પોતાની ધ્યાન સાધનાની વાત કરીને દિવ્ય ધ્યાનની અનુભૂતિ કરાવી હતી.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા યોગ કો-ઓર્ડિનેટરશ્રી, સાગર ભાઈ મહેતા, યોગ કોચશ્રી કમલેશભાઈ રાવલ, શ્રી શર્મિષ્ઠાબેન રાવલ, શ્રી કમલાબેન હેલૈયા, શ્રી દીપાબેન તેરૈયા, શ્રી પ્રિયંકાબેન કટોચ, શ્રી ભૂમિબેન મજૂકોડિયા, શ્રી શિવરાજભાઈ બસીયા તેમજ યોગ ટ્રેનર શ્રી સોનુંબેન, શ્રી ચેતનાબેન મહેતા, શ્રી અનિતાબેન જોડાયા હતા અને તેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આયા હતા. તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી એક યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments