રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 6 માં લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE) તથા ધોરણ 9 માં લેવામાં આવતી માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE)નું પરિણામ ગઈ કાલે તારીખ 23/12/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પંડ્યા યશ રવિશંકરભાઈ (ટીમાણા)એ 109 ગુણ, ધાંધલા ક્રિશાબેન ચંદુભાઈ (અગિયાળી)એ 108 ગુણ, પંડ્યા પૂર્વાબેન મુકેશકુમાર (દેવગાણા)એ 107 ગુણ અને બારૈયા પ્રતીક જીવરામભાઈ (રોયલ)એ 107 ગુણ પ્રાપ્ત કર્યા છે. જયારે શાળાના 7 બાળકોએ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં 100 થી વધારે ગુણ મેળવ્યા છે. માધ્યિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પંડ્યા અક્ષય શરદભાઈ (ટીમાણા)એ 109 ગુણ, ભાલિયા ભૌતિક હિપાભાઈ (પ્રતાપરા)એ 108 ગુણ, જોષી સ્વાતીબેન ચેતનકુમાર (મણાર) એ 108 ગુણ તથા બારૈયા મીરાબેન દિનેશભાઈ (મણાર)એ 107 ગુણ મેળવ્યા છે. એટલું જ નહીં શાળાના કુલ 18 બાળકોએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 100 થી વધારે ગુણ મેળવ્યા છે. ગણેશ શાળા – ટીમાણાના બાળકો દર વર્ષે દરેક પરીક્ષાઓમાં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે છે, ત્યારે આ વર્ષે પણ બંને પરીક્ષાઓના પરિણામે શાળામાં આનંદનું વાતાવરણ સર્જાયું હતું. શાળા પરિવાર દ્વારા ઉત્તમ પરિણામ લાવનાર દરેક બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE/SSE)માં ગણેશ શાળા -ટીમાણાના બાળકોએ મેળવી અનેરી સિધ્ધિ


















Recent Comments