કૃષિ અને બાગાયત વિકાસ
કેન્દ્ર મણાર અંતર્ગત આંબલા અને માઈધાર કસ્ટરના સંયુક્ત ઉપક્રમે ઉજવણી થઈ
પાલીતાણા તાલુકાના લાપાળીયા ગામે કૃષિ અને બાગાયત વિકાસ કેન્દ્ર, મણાર (પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ) અંતર્ગત માઈધાર અને આંબલા ક્લસ્ટર દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવણી કરવામાં આવી હતી. લાપાળીયા ગામે પ્રગતિશીલ ખેડૂત ડાભી પોપટભાઈ ના ફાર્મ પર કરવામાં આવ્યું હતું . કાર્યક્રમમાં આસપાસના ગામો તેમજ આંબલા ક્લસ્ટરના કુલ 65 ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ભાવનગર ખેતીવાડી વિભાગ ના નિષ્ણાત શ્રી ચતુરભાઈ સાંખટ (નાયબ ખેતી નિયામક)શ્રી ચિરાગભાઈ કરકર, શ્રી કપિલભાઈ જાની તેમજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ તાલુકાના સંયોજક શ્રી નારસંગભાઈ મોરી ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિકાસ કેન્દ્રના સ્ટાફ દ્વારા ખેડૂતોને રાષ્ટ્રીય કિસાન દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
આ પ્રસંગે આધુનિક ખેતી ટેકનોલોજી, ડ્રિપ સિંચાઈ, ઓર્ગેનિક તથા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, સરકારની વિવિધ યોજનાઓ, પાકનું વેલ્યુ એડિશન અને માર્કેટિંગ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું. અંતે પ્રાકૃતિક ખેતી, બાગાયત ખેતી અને મસાલા પાકોની ખેતીમાં નવીનતા અપનાવતા પાંચ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.


















Recent Comments