ભાવનગર

ભાવનગર (ગ્રામ્ય) જિલ્લાકક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા યશવંતરાય નાટ્યગૃહ ખાતે તા. ૨૬ ડિસેમ્બરના રોજ યોજાશે

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક
પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગર દ્વારા સંચાલિત ભાવનગર
(ગ્રામ્ય) જિલ્લાકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા – ૨૦૨૫-૨૬ નું આયોજન તા. ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ યશવંતરાય
નાટ્યગૃહ, ભાવનગર ખાતે કરવામાં આવેલ છે.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગર ખાતે જે સ્પર્ધકોએ એન્ટ્રી ફોર્મ જમા કરાવેલ છે તે
જ કલાકારોએ સવારે ૦૯:૦૦ કલાકે યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. સ્પર્ધા સવારે
૦૯:૩૦ કલાકે શરૂ થઈ જશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ,
ભજન, લોકવાર્તા, લોકવાદ્ય સંગીત, નિબંધ લેખન, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, દોહા-છંદ-ચોપાઈની સ્પર્ધાઓ
યોજાશે. વકતૃત્વ સ્પર્ધામાં જે સ્પર્ધકોએ ભાગ લીધેલ છે તેઓએ વકતૃત્વ સ્પર્ધાના વિષયો સ્પર્ધાના ૨૪ કલાક અગાઉ
કચેરીના બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com (ગૂગલમાં સર્ચ કરવું) પરથી મેળવી લેવાના રહેશે.
ભાવનગર (ગ્રામ્ય) જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધક/ટીમ સૌરાષ્ટ્ર ઝોન
(પ્રદેશકક્ષા)માં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. બાળપ્રતિભા શોધ સ્પર્ધાના વિગતવાર કાર્યક્રમ માટે જિલ્લા યુવા અને
સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે સંપર્ક કરવો તથા
કચેરીના બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com પરથી પણ માહિતી મેળવી શકાશે.

Related Posts