ભાવનગર

ભાવનગરના સણોસરા ખાતે પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિર યોજાઇ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે લોકભારતી ગ્રામ
વિદ્યાપીઠ સણોસરા ખાતે પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રાકૃતિક કૃષિ મેગા
તાલીમ શિબિરમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેતપેદાશોના સ્ટોલનું પ્રદર્શન રાખવા આવ્યું હતુ.
આ તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત તત્વો તથા પાંચ મુખ્ય આયામો જીવામૃત, ઘન
જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાવેતર પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમમાં શાબ્દિક સ્વાગત આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જયપાલસિંહ ચાવડા દ્વારા કરવામાં
આવ્યું હતુ. ત્યારબાદ પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત, તેનું મહત્વ અને ખેતી અંગે વૈજ્ઞાનિક અભિગમની વિસ્તૃત
જાણકારી આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. એન. પરમાર દ્વારા આપવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતશ્રી મનજીભાઈ સવાણીએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના અનુભવો વર્ણવ્યા હતા. માસ્ટર
ટ્રેનર શ્રી મહેન્દ્ર કવાડ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃતની માહિતી આપી
હતી. નાયબ બાગાયત નિયામક શ્રી એમ. બી. વાઘમશી દ્વારા પ્રાકૃતિક કૃષિમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાપન
અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
મેનેજિંગ ટ્રસ્ટી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ શ્રી અરુણભાઈ દવે દ્વારા પ્રાકૃતિ ખેતીની વર્તમાન સમયમાં
જરૂરિયાત અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રગતિશીલ ખેડૂત શ્રી નારસંગભાઈ મોરી દ્વારા પ્રાકૃતિક કૃષિમાં
પંચસ્તરિય મોડલ ફાર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કાર્યક્રમના અંતમાં ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી
ઘનશ્યામભાઈ કંટારિયા દ્વારા આભારવિધિ કરી ઉપસ્થિતિ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts