ભાવનગરના યશવંતરાવ નાટ્યગૃહ ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ‘વીર બાલ દિવસ’ની
ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મેયરશ્રી ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે, લોકોમાં વીરતા, સાહસ અને દેશ માટે બલિદાન અને
ગર્વની ભાવના જાગે તે માટે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ વીર બાલ દિવસ
ગુરુ શ્રી ગોવિંદસિંહજીના ચાર સાહિબજાદાઓના શોર્ય અને બલિદાનની યાદ અપાવે છે. આ બાળ વીરોએ ખૂબજ નાની
ઉંમરે ધર્મની રક્ષા માટે બલિદાન આપ્યું હતુ. તેમણે કહ્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૬
ડિસેમ્બરને “વીર બાલ દિવસ” તરીકે જાહેર કરીને આ વીર બાળકોના બલિદાનને રાષ્ટ્રીય સ્તરે યાદ કરવાની
પરંપરા શરૂ કરી છે. તેમણે ઉમેર્યું કે,આવનારી પેઢી જેટલી સંસ્કારી અને જાગૃત હશે એટલો જ દેશ મજબૂત બનશે.
ભાવનગર ગુરૂદ્વારાના ભરતસિંહજીએ શીખ ધર્મના ચાર સાહેબજાદાઓના શોર્ય, ત્યાગ અને અવિસ્મરણીય
બલિદાન અંગે પોતાના વિચારો રજૂ કર્યાં હતાં.
વિદ્યાર્થીઓમાં સાહસ, નૈતિક મૂલ્યો અને દેશભક્તિની ભાવના વિકસે તે માટે જિલ્લા કક્ષા પ્રતિભા શોધ
સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. જેમાં લોકનૃત્ય, સમૂહગીત, એકપાત્રીય અભિનય, લોકગીત, લોકવાદ્ય સંગીત, દોહા-છંદ-
ચોપાઈ, લોકવાર્તા, લગ્નગીત, ભજન, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૯ જાન્યુઆરી, ૨૦૨૨ (ગુરુ ગોવિંદસિંહ જયંતિ) ના
રોજ આ દિવસને ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી, અને પ્રથમ વખત ૨૬ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ
તેની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ માત્ર શીખ સમુદાય માટે જ નહીં, પરંતુ દેશભરના લોકો માટે સત્ય,
ન્યાય અને ધાર્મિક મૂલ્યો માટે અડગ રહેવાની પ્રેરણા આપે છે.
આ વેળાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, ડેપ્યુટી કમિશનર શ્રી જયકુમાર રાવલ, જિલ્લા
યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, પ્રાંત વિકાસ અધિકારીશ્રી સહિત નગરસેવકો સહિત મોટી સંખ્યામાં બાળ
વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


















Recent Comments