વડોદરા સાંપ્રત સંસ્થા માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં દાતા શ્રીનો સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.સાંપ્રત સંસ્થામાં હાલ ૨૩ જેટલા અનાથ અતિ ગંભીર મનોદિવ્યાંગો કે જેમણે ખાવા પીવા તેમજ ટોયલેટ બાથરૂમ નું પણ ખ્યાલ નથી તેવા બાળકોને મદદ કરતા દેવદૂત સમા દાતા રત્નો શ્રીઓને સન્માનિત કરવામાં આવેલ.શારીરિક માનસિક લાચાર બાળકોનું જતન કરવાના પવિત્ર ઉદેશના કારણે આ સંસ્થાનો પ્રારંભ કરવાના પ્રચાર રૂપે સ્થાનિક સજ્જનો ના સ્નેહ અને સહકાર મળ્યો જેના પરિણામ રૂપે સેવાભાવી સંસ્થાઓ અને સજ્જન મિત્રોનો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવેલ.સાંપ્રત સંસ્થાનો ઉદ્દેશ જરૂરિયાત મંદ અનાથ અતિ ગંભીર મનોદિવ્યાંગોની યોગ્ય માવજત કરીને તેને સમાજના સામન્ય પ્રવાહ માં સંમિલિત કરવાનો છે. આ તકે ઉપસ્થિત તમામ દાતાશ્રીઓ નો સંસ્થાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.તેમજ દાતા રત્નો ના ઉદાર પ્રસન્નતા થી રાજીપો વ્યક્ત કરતા ક્રાંતિકારી શ્રી માર્ગીયસ્મિતજી સ્વામી એ જણાવ્યું હતું કે પૃથ્વી ઉપર સૌથી પ્રાકૃતિક ધર્મ દાન છે આ સંસ્થાને મદદ કરતા તમામ દાતાઓં ને આશીર્વચન પાઠવ્યા તેમજ સંસ્થાને નિરંતર મદદ કરતા રહીને સંસ્થાના બાળકો ઉત્તમ જીવન જીવી શકે તેવી શુભેચ્છા પાઠવેલ
સાંપ્રત સંસ્થા ના આશ્રિત મનોદિવ્યાગ બાળકો ની માવજત કરતા દાતારત્નો નો ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં સન્માન સમારોહ યોજાયો


















Recent Comments