અમરેલી

શ્રીમતી ટી. કે. પારેખ હાઇસ્કુલ- જુના સાવરમાં સ્ટાર ગેઝીંગના કાર્યક્રમનું આયોજન

શ્રીમતી ટી. કે. પારેખ હાઈસ્કૂલ, જુનાસાવરમાં આજે રાત્રે આકાશ નિરીક્ષણનો એટલે કે સ્ટાર ગેઝિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન શાળામાં કાર્યરત વિજ્ઞાન ક્લબના સહયોગથી કરવામાં આવ્યું હતું. તારામંડળો અને ગ્રહોની ઓળખ અંગે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ રહ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત શાળાના વિજ્ઞાન શિક્ષક  વિનોદરાય વાળાએ પ્રાચીનથી આધુનિક ખગોળશાસ્ત્રના વિકાસ વિશેના સંક્ષિપ્ત પરિચયથી કરી. બાદમાં નિષ્ણાત માર્ગદર્શકો સમીરભાઈ શેખ અને સમા બેન બ્લોચ દ્વારા તારામંડળોની રચના, ધ્રુવતારા, ઓરાયન, સાત ભાઈ તારાઓ તેમજ ચંદ્ર અને ગ્રહોના અવલોકન અંગે સમજ આપવામાં આવી. ટેલિસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓને સીધું આકાશ નિરીક્ષણ કરવાની તક પણ આપવામાં આવી. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પુછીને ચર્ચામાં જોડાયા.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં બ્રહ્માંડ પ્રત્યે જિજ્ઞાસા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને અવલોકન શક્તિ વિકસાવવાનો ઉત્તમ પ્રયત્ન થયો. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક  ચેતનભાઇ ત્રિવેદી, સંધ્યાબેન જાદવ, વિશિષ્ટ શિક્ષક  સંદીપભાઈ ત્રિવેદી તેમજ પ્રકાશભાઈ રાઠોડ અને જયંતીભાઈ જીજવાડીયા એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની સફળતા બદલ શાળાના આચાર્ય આશિષકુમાર એમ જોશી તેમજ ગામના સરપંચ  કલ્પેશભાઈ કાનાણીએ શુભેચ્છા પાઠવી હતી.

Related Posts