ભાવનગર

તળાજા : મેથ્સ પઝલ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની વિધાર્થીનીનો ઉત્કૃષ્ઠ દેખાવ

રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર આયોજીત ભાવનગર ડિસ્ટ્રીક્ટ મેથ્સ ક્વિઝ 2.0 મેથ્સ પઝલ સેટ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની વિદ્યાર્થીની વૈશાલી મકવાણાનો ઉત્કૃષ્ટ દેખાવ

22 ડિસેમ્બર ભારતના મહાન ગણિતશાસ્ત્રી ડૉ. શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમની ઉજવણીના ભાગરૂપે આજ રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ભાવનગર ડિસ્ટ્રીક્ટ મેથ્સ ક્વિઝ 2.0 મેથ્સ પઝલ સેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામ, ગોપનાથ રોડ, ઊંચડી ખાતે આવેલ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની વિદ્યાર્થીની મકવાણા વૈશાલી પ્રવિણભાઈએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર ભાવનગર જિલ્લામાં છઠ્ઠો નંબર પ્રાપ્ત કર્યો હતો. ગણિત વિષયમાં દીકરીની કુશળતા અને આવી શ્રેષ્ઠ સિધ્ધિ બદલ શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવારે હર્ષની લાગણી અનુભવતા દીકરીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.

Related Posts