સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ 3.0 ફૂટબોલ અન્ડર-14 બહેનો ની સ્પર્ધામાં ભાવનગર જિલ્લામાં ચેમ્પિયન બનતા 48000 રૂપિયા નો પુરસ્કાર પ્રાપ્ત કરી પોરબંદર ખાતે ઝોન કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.ભાવનગર જિલ્લા કક્ષા ની અન્ડર-17 બહેનો ફુટબોલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા 48000 રૂપિયા નો પુરસ્કાર મેળવી પોરબંદર ખાતે ઝોન કક્ષાએ પોરબંદર ખાતે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.અન્ડર-14 હોકી સ્પર્ધા માં બહેનો એ જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ઝોન કક્ષાએ અમરેલી ખાતે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા 32000 રૂપિયાના પુરસ્કાર મેળવેલ.કરેલ.અન્ડર-14 હોકી સ્પર્ધા માં ભાઈઓએ જિલ્લા કક્ષાએ હણોલ ખાતેદ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતા 32000 રૂપિયાના પુરસ્કાર મેળવેલ. શાળાના બાળકોએ અનેરી સિદ્ધિઓ મેળવતા તેમના કોચ દિનેશભાઇ બારૈયા, માર્ગદર્શક એ.બી.નકુમ અને વર્ષાબેન પરમાર ને શાળાના આચાર્ય દિલીપસિંહ રાઠોડ અને SMC સમિતિ એ શુભેચ્છાઓ આપી અભિનંદન પાઠવેલ.
ખેલ મહાકુંભ 3.0 માં ઝોન કક્ષાએ જળહળતો દેખાવ કરતી શ્રી ઢુંઢસર પ્રાથમિક શાળા


















Recent Comments