ગત.તા. ૨૯ ના રોજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ સ્ટેશન વંડાના પી. એસ. આઈ શ્રી પી. જી. રામાણી તેમજ એડીઆઇ વિરલબેનના માર્ગદર્શન હેઠળ શ્રી પી.પી. એસ. હાઈસ્કૂલ એસપીસી સ્ટુડન્ટ પોલીસ કેડેટ વંડાના બાળકોને વંડાની પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવવામાં આવી હતી જ્યાં તેમને સબ પોસ્ટ માસ્તર શાંતુભાઈ ખુમાણ તેમજ તેમના સ્ટાફે પોસ્ટની વિવિધ કામગીરી વિશે જ્ઞાન સભર માહિતી આપી હતી . ત્યારબાદ બાળકોને વંડાના ખ્યાતનામ રોજગારી અને સ્વાવલંબનનું કેન્દ્ર એવા ખાદી ગ્રામોદ્યોગની મુલાકાત કરાવવામાં આવી હતી જ્યાં વિદ્યાર્થીઓને ખાદીની બનાવટો તેમજ બેકરી વિભાગ વગેરે વિભાગોની માહિતી આપવામાં આવી હતી. શાળાના બાળકોને વિવિધ સંસ્થાઓ વિશે જાણકારી પ્રાપ્ત કરે અને વ્યવ્હારૂ જીવનમાં ઉપયોગી થાય તે હેતુ શિક્ષક પ્રવીણભાઈ ઝીંઝુવાડીયા તેમજ પોલીસ સ્ટાફે ઉમદા કામગીરી કરી તે બદલ શાળાના મે. ટ્રસ્ટી શ્રી મનજી બાપા તળાવિયા તેમજ આચાર્ય સંજયભાઈ ચૌહાણે તેમને બિરદાવ્યા હતા. એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ વંડા સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસપીએસ દ્વારા પોસ્ટ ઓફિસ અને ખાદી કાર્યાલયની મુલાકાત યોજાઈ


















Recent Comments