અમરેલી

દિવ્યાંગ સાધન સહાય યોજના અન્વયે ૨૧ પ્રકારની દિવ્યાંગતા મુજબ સહાય મળવાપાત્ર

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે “મારી યોજના પોર્ટલ” શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની જીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે.

મારી યોજના પોર્ટલ પર દિવ્યાંગ સાધન સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે. દિવ્યાંગોને સન્માનભેર રોજગારી મળી શકે અથવા તેમનું આર્થિક સશક્તિકરણ થઈ શકે તે માટે તેમને વિવિધ ૨૧ પ્રકારની દિવ્યાંગતા મુજબ વિવિધ સાધન સહાયનો લાભ આપવામાં આવે છે.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આ યોજના અમલમાં છે. (૦૧) અંધત્વ – ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તે બંને પ્રકારના સાધનો આપવામાં આવે છે. (૦૨) આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય – ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને ફક્ત રોજગારલક્ષી સાધનો આપવામાં આવે છે. (૦૩) સાંભળવાની ક્ષતિ, સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા, રક્તપિત્ત સાજા થયેલ, દીર્ઘ કાલીન એનિમિયા, એસીડના હુમલામાં ભોગ બનેલ, સેરેબલપાલ્સી, વામનતા, વાણી અને ભાષાની અશક્તતામાં ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને ફક્ત રોજગારલક્ષી સાધનો આપવામાં આવે છે. ઉપરાંત અન્ય દિવ્યાંગોને પણ સાધન સહાય સહિતની વિગતો, માહિતી મારી યોજના પોર્ટલ પર ઉપલબ્ધ છે.

લાભાર્થીની પાત્રતા : આ યોજના હેઠળ કુલ ૨૧ પ્રકારની દિવ્યાંગતા મુજબ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તે વ્યક્તિને વિવિધ સાધન સહાય મળવાપાત્ર છે.

દિવ્યાંગોએ આ યોજનાનો લાભ મેળવવા માટે નમુના મુજબ અરજી કરવાની રહે છે. આધારકાર્ડ,જન્મ પ્રમાણપત્ર, ઉંમર પુરાવો, દિવ્યાંગતા અંગે સિવિલ સર્જનનો દાખલો, પાસપોર્ટ સાઈઝમાં ફોટો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સહિતના સહિતની વિગતો આપવી જરૂરી છે. આ યોજના અંગેની વધુ વિગતો માટે દિવ્યાંગો  મારી યોજના પોર્ટલ https://mariyojana.gujarat.gov.in/MoreDetails.aspx પરથી વિગતો મેળવી શકે છે.   

Related Posts